પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારના લાખીયા ગામમાંથી ગાંજા ના છોડ સાથે 1 કરોડ 13 લાખ ના મુદ્દામાંલ સાથે આરોપીને SOG એ દબોચ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બનીને નેસ્ત નાબૂદ કરવા તથા એટીએસ ચાર્ટર લગતી કામગીરી કરવા સૂચના આપેલ હતી જે આધારે પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થ રાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તથા યુવાધન આવા ટ્રકનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડતું હોય જેથી આવા ડ્રગ્સ નું વેચાણ કરતા તથા ડ્રગ્સનું સેવન કરતાં ઈસમો શોધી કાઢી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી
જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી પરમાર એસ ઓ જી સાબરકાંઠા ની સૂચના મુજબ પી.એમ ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ઓ જી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી સ્ટાફ એટીએસ ચાર્ટર લગતી કામગીરી બાબતે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જયદીપકુમાર દિનેશચંદ્ર તથા અ.પો.કો. પંકજકુમાર કાંતિલાલ તથા આ.પો.કો.નિલેશકુમાર બાબુભાઈ ને ખાનગી બાતમીદારથી બાતની મળી કે લાખિયા ગામે નાની સોનગઢ ફળિ માં હામથાભાઈ ધર્માભાઈ ડાભી નામનો માણસ રહે છે

અને તેના રહેણાંક મકાનની આગળ ભોગવટાની જમીનમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરે છે તે બાતમી આધારે જગ્યાએ જઈ તપાસ કરતા હિતાવહ ના હોય જેથી ડ્રોન મંગાવી બાતમી વાળી જગ્યાની ખરાઈ કરાવતા બાતમી ચોક્કસ અને આધારભૂત જણાઈ આવતા તે જગ્યાએ સરકારી પંચો રૂબરૂ તપાસ કરી નીચે જણાવેલ કબજા ભોગવટા ના ખેતરમાંથી ગાંજાના વાવેતર કરેલ મુદ્દા માલ મળી આવતા તમામ મુદ્દા માલ કબજે લઈ ઈસમ વિરુદ્ધમાં પોશીના પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
અટકાયત કરેલ ઈસમનું નામ…
હામથાભાઈ ધર્માભાઈ ડાભી ઉંમર વર્ષ 38 રહે નાની સોનગઢ ફળિયુ લાકિયા તાલુકો પોશીના જીલ્લો સાબરકાંઠા..
કબજે લીધેલ ચીજ વસ્તુ…
1. માદક પદાર્થ ગાંજાના છોડ ફૂલ નંગ 558. વજન 226.237 કી. ગ્રા. કિંમત 1,13,11,850
2. એફ એસ એલ સેમ્પલ માટી 1 કિલો
3. કંટ્રોલ સેમ્પલ માટી 1 કિલો
4. આધારકાર્ડ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 152970
Views Today : 