>
Thursday, December 11, 2025

ઊના પ્રાંત અધિકારી ને આવેદન:અનુસૂચિત જાતિ સમુદાયના જાહેરમાં અપમાન બદલ ઉના અને ગીરગઢડામાં આક્રોશ: મુન્ના સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ

ઊના પ્રાંત અધિકારી ને આવેદન:અનુસૂચિત જાતિ સમુદાયના જાહેરમાં અપમાન બદલ ઉના અને ગીરગઢડામાં આક્રોશ: મુન્ના  સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ

 

ઉના: સોશિયલ મીડિયાના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાય વિરુદ્ધ અપમાનજનક અને અસંવૈધાનિક શબ્દોનો ઉપયોગ કરીને વિડિયો વાયરલ કરવાના મામલે ઉના અને ગીરગઢડા તાલુકામાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં આજે અનુસૂચિત જાતિ સમુદાયના લોકોએ સ્વયંભૂ પોતાના રોજગાર-ધંધા બંધ રાખી, એકત્ર થઈને સખત કાર્યવાહીની માંગ સાથે પ્રાંત અધિકારીશ્રી ને આવેદન પત્ર સુપરત કર્યું હતું. ઉમેજ ગામના સલીમ ઉન્નડજામનો વિડિયો આ સમગ્ર વિવાદ ૦૭/૧૨/૨૦૨૫,ના રોજ શરૂ થયો હતો. ઉના તાલુકાના ઉમેજ ગામના વતની સલીમ ઓસ્માણ ઉન્નડજામ (ઉર્ફે મુન્નો) નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વિડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વિડિયોમાં તેણે અનુસૂચિત જાતિ સમુદાયને જાણી જોઈને કલંકિત અને અપમાનિત કરનારા અસંવૈધાનિક શબ્દો દ્વારા સંબોધિત કર્યા હતા. આ અપમાનજનક શબ્દો વાયરલ થતાં જ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. ઉના અને ગીરગઢડા તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાયના ભાઈઓ તથા બહેનોએ આક્રોશ સાથે વહીવટી તંત્રને આવેદન પત્ર સુપરત કર્યું હતું.આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદીના ૭૮ વર્ષ પછી પણ સલીમ ઉન્નડજામના મગજમાં અનુસૂચિત જાતિ સમુદાય પ્રત્યે તીવ્ર ધૃણા ભરેલી છે અને તેની માનસિકતા સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. માત્ર અનુસૂચિત જાતિ સમાજનું જ નહીં, પરંતુ વિશ્વવિભૂતિ ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા રચિત ભારતીય સંવિધાનનું પણ અપમાન કર્યું છે. સંવિધાન અનુસૂચિત જાતિ સમાજને સમતા અને સમાનતાના અધિકારો આપે છે, જેનો આ વ્યક્તિએ ભંગ કર્યો છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સમાજને અપમાનિત કરતા શબ્દો પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તેમ છતાં, જાણી જોઈને આ પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરીને સમાજને નીચી કક્ષાના ચિતરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે .આવેદન પત્રમાં ઉલ્લેખ છે કે વિડિયોમાં ઉચ્ચારાયેલા અપશબ્દોના આધારે સલીમ ઓસ્માણ ઉન્નડજામ (ઉર્ફે મુન્નો) વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. આવેદન પત્રના અંતમાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો વહીવટી તંત્ર દ્વારા તેમની આ માંગણીઓ મુજબ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો સમુદાય ના છૂટકે રાજ્યવ્યાપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને રસ્તા રોકવાની ફરજ પાડશે. આ મુદ્દે પોલીસ અને વહીવટી તંત્ર શું પગલાં લે છે તેના પર સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાયની નજર ટકેલી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores