>
Friday, December 12, 2025

દાંતાના ભેમાળ ગામમાંથી એસઓજીનીટીમે બે બોગસ ડોક્ટરોને ઝડપી લીધા.

દાંતાના ભેમાળ ગામમાંથી એસઓજીનીટીમે બે બોગસ ડોક્ટરોને ઝડપી લીધા.

પાલનપુર એસઓજીની ટીમે મંગળવારે દાંતા તાલુકાના ભેમાળ (જશવંતગઢ) ગામમાંથી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બે શખ્સોને ઝડપી લઇ રૂ.58 હજારથી વધુની દવાઓ અને સાધનો જપ્ત કર્યો હતો.પોલીસે બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીની ટીમે મંગળવારે દાંતા તાલુકાના ભેમાળ (જશવંતગઢ) ગામમાં બોગસ ડિગ્રી પર ગેરકાયદેસર દવાખાના ચલાવતાં બે ડોક્ટરોને ઝડપી લીધા હતા.

 

એસઓજીના પીઆઇ એચ.બી. ધાંધલ્યા તથા પીએસઆઇ જે.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ હકિકત મળતા મેડિકલ ઓફિસર ડૉ. ધવલ ખત્રી અને ફાર્માસિસ્ટ પ્રતિક મોદીને સાથે રાખી ભેમાળ ગામે રેડ કરવામાં આવી હતી.જે દરમિયાન બોગસ ડિગ્રી પર મેડિકલ પ્રેકટીસ કરતાં જાહીદભાઈ ઈસ્માઈલભાઈ નંદાસણીયા (ભેમાળ) પાસેથી રુ.40,817ની એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા.

 

જ્યારે ખેમનાથ હીરાનાથ મદારી (ભેમાળ, મુળ વાવ-સતલાસણા) પાસેથી રુ.17,578 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ બંને પાસેથી મળી કુલ રુ.58,395નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ કોઈપણ માન્ય ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાનું બહાર આવતા દાંતા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores