ઓપરેશન કારાવાસ દરમ્યાન અમદાવાદ શહેરના લુંટ વિથ મર્ડરના ગુનામાં મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતેથી વચગાળાના જામીન ઉપરથી છેલ્લા બે વર્ષથી ફરાર કેદી આરોપી તથા અલગ-અલગ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ-૦૩ ગુનામાં નાસતા ફરતા આરોપી SOG એ ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા તા.૨૬/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૨/૨૦૨૫ સુધી પેરોલ-ફર્લો તથા વચગાળાની રજા ઉપરથી ફરાર આરોપીઓને પકડવા ઓપરેશન કારાવાસ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ પેરોલ-ફર્લો તથા વચગાળાની રજા ઉપરથી ફરાર આરોપીઓને પકડવા બાબતેની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ કેદી આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ.જે સુચના અન્વયે પો.ઇન્સ ડી.સી.પરમાર એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓની સુચના મુજબ શ્રી.પી.એમ.ઝાલા પો.સ.ઈ એસ.ઓ.જી.ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી બાબતે હિંમતનગર બી ડીવિઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.નં-૦૯૦૨ તથા આ.હે.કોન્સ. હરપાલસિંહ જશવંતસિંહ બ.નં-૧૪૭નાઓને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે અમદાવાદ શહેરના લુંટ વિથ મર્ડરના ગુનામાં મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતેથી વચગાળાના જામીન ઉપરથી છેલ્લા બે વર્ષથી ફરાર કેદી આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ બાબુભાઇ ઠાકોર ઉ.વ.-૩૦ રહે. સાબરમતી વલ્ભપાર્ક નજીક,કાળાગામ, રેલ્વે સ્ટેશનની પાછળ, અમદાવાદવાળો હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં સદરી કેદી આરોપીને હસ્તગત કરી જીલ્લા જેલ હિંમતનગર ખાતે સુપરત કરવામાં આવેલ છે.
નીચે જણાવેલ ગુનાઓમાં કેદી આરોપી નાસતો ફરતો છે.
(૧) હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-૦૮૧૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૫(એ)૩૩૧(૩)
૩૩૧(૪) ૩૧૭(૨) ૫૪
(૨) ગાંધીનગર જીલ્લા કલોલ તાલુકા પો.સ્ટે.પાર્ટ એ ગુ.૨.નં-૮૭૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૫(એ)
339(3)
(૨) ગાંધીનગર જીલ્લા અડાલજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૦૪૫૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૫(એ) ૩૩૧(૩)
કામગીરી કરનાર કર્મચારી-
શ્રી.પી.એમ.ઝાલા પો.સ.ઇ SOG
એ.એસ.આઇ.અનિરૂધ્ધસિંહ
આ.હે.કોન્સ. હરપાલસિંહ
અ.પો.કોન્સ. કલ્પેશકુમાર
બ્યુરો રિપોર્ટ… એક ભારત ન્યુઝ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 153764
Views Today : 