ગાંભોઈ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી 20 નંગ તેમજ 828 નંગ બોટલ કિંમત 3 લાખ 34 હજાર ન મુદ્દામાલ તેમજ swift ગાડી સાથે 8 લાખ 34 હજાર નો મુદ્દા માલ કબજે કરી પ્રોહીબિશનનો કેસ શોધી કાઢ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ IPS ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ હિંમતનગર નાઓએ પ્રોહી પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા પ્રોહીના કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આધારે શ્રી એ.કે પટેલ સા.વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ, હિંમતનગર નાઓની સુચના અને માર્ગદર્શન એસ.જે.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેકટર ગાંભોઇ પોલીસ સ્ટેશન નાઓએ ગાંભોઇ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓને પ્રોહીના કેસો શોધી કાઢવા સુચના આપેલ તે અનુસંધાને પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સુરજપુરા રેલ્વે ફાટક તરફ જતાં ભિલોડા તરફના રોડ તરફથી સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી શંકાસ્પદ હાલતમાં આવતાં સદર ગાડીને ઉભી રખાવવા ઈશારો કરતાં ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી ઉભી રાખેલ નહી.
અને ગાડી ગાંભોઈ ત્રણ રસ્તા રોડેથી શામળાજી તરફના રોડ બાજુ ઠંકાળેલ જેથી સદરી ગાડીનો સરકારી વાહનથી પીછો કરતાં ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી નવલપુર (ભાટોડા) ગામની સીમમાં પોતાના કબ્જાની ગાડી રોડની બાજુમાં ઉભી રાખી ગાડીનો ચાલક તથા બાજુની શીટમાં બેઠેલ ઇસમ નજીકમાં આવેલ ખેતરમાં થઈ ભાગી ગયેલ તેમજ સ્વીફટ ડીઝાયર ગાડી રજી.નં.જી.જે.૦૧.આર.કે.૪૩૩૯ માં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૦ બોટલો કુલ નંગ-૮૨૮ કિ.રૂ. ૩,૩૪,૮૦૦/- તથા સ્વીફટ ડીઝાયર ગાડી ની કિ.રૂા.૫,૦૦,૦૦૦/-એમ કુલ કિ.રૂા.૮,૩૪,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ જે બાબતે ગાંભોઇ પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૧૪૨૫૦૭૨૩/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫ એ.ઇ, ૮૧ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી:-
(૧)પોલીસ ઇન્સ્પેકટર એસ.જે.ગોસ્વામી
(૨)અ.હે.કો.યોગેન્દ્રસિંહ રણુસિંહ
(૩) આ.પો.કો.કુંદનસીહ અનુસીહ
(૪)આ.પો.કો.સુરેશકુમાર અંબાલાલ
(૫)એ.એસ.આઈ હરિચંન્દ્રસિંહ ઈસ્વરસિંહ
એસ.જે.ગોસ્વામી. પોલીસ ઇન્સપેક્ટર ગાંભોઈ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153765
Views Today : 