🙏ગીર સોમનાથ 🙏
સ્કિલ કોમ્પિટિશન – જિલ્લા કક્ષા (2025-26)
આજરોજ તા. 15 ડિસેમ્બર, 2025 સોમવાર ના રોજ જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન 2025-26નો કાર્યક્રમ શ્રી કૃપાલુ વિનય મંદિર – પ્રાંસલી ખાતે સફળતાપૂર્વક યોજાયો.

કાર્યક્રમમાં માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.પી. બોરીચા સાહેબ અને EI શ્રી વી. બી. ખાંભલા સાહેબ ઉપસ્થિત રહ્યાં હતાં.
તેઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ સ્કિલ આધારિત કૃતિઓ રજૂ કરી હતી. જિલ્લાની 30 શાળાઓમાંથી કુલ 160 વિદ્યાર્થીઓ ટ્રેડ-વાઈઝ પ્રોજેક્ટ્સ સાથે સ્પર્ધામાં જોડાયા હતા. જિલ્લા સ્તરના વોકેશનલ નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડ્યું.
જિલ્લા સ્તરે નિર્ણયકમંડળ દ્વારા નીચે મુજબની ત્રણ ટીમોને વિજેતા જાહેર કરી હતી.

1️⃣ પ્રથમ સ્થાન: RMSA માધ્યમિક શાળા – રાખેજ
2️⃣ દ્વિતીય સ્થાન: RMSA માધ્યમિક શાળા – સિંગસર
3️⃣ તૃતીય સ્થાન: સરકારી બોયઝ હાઇસ્કુલ વેરાવળ
વિજેતા ટીમોને માન. જિલ્લા શિક્ષણાધિકારી સાહેબના હસ્તે🏆શીલ્ડ 🥇 મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 154569
Views Today : 