નવાબંદર મરીન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવાયો
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સુદૃઢ જાળવણી તેમજ જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.વી. રાજપૂત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.સી. સિંધવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એલ. જેબલિયા નાઓની રાહબરીમાં એલ.સી.બી. સ્ટાફ દ્વારા મળેલ સંયુક્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત બાતમી મુજબ નવાબંદર મરીનના તડ આઉટ પોસ્ટ પાસે છાપો મારી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ–અલગ બ્રાન્ડની બોટલો સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
1️⃣ દિપકભાઇ કાળુભાઇ પરમાર (ઉંમર ૨૫)
ધંધો – હીરા ઘસવાનું
રહે. મોટા ડેસર, પાણીના ટાંકા પાસે, તા. ઉના, જી. ગીર સોમનાથ
2️⃣ યોગેશભાઇ નાજાભાઇ મકવાણા (ઉંમર ૨૦)
ધંધો – મજુરી
રહે. મોટા ડેસર, અમૃતાલયની આગળ, તા. ઉના, જી. ગીર સોમનાથ
3️⃣ ભરતભાઇ અરજણભાઇ ભાલીયા
રહે. મોટા ડેસર, તા. ઉના, જી. ગીર સોમનાથ
(પકડવાની કાર્યવાહી ચાલુ)
પકડાયેલ મુદામાલ
🔹 ભારતીય બનાવટનો વિદેશી દારૂ (૧૮૦ એમ.એલ.) – કુલ ૪૩૦ બોટલો
કિંમત રૂ. ૫૩,૫૭૫/-
🔹 મોટરસાયકલ – ૦૧
કિંમત રૂ. ૮૦,૦૦૦/-
🔹 મોબાઇલ ફોન – ૦૨
કિંમત રૂ. ૧૦,૦૦૦/-
કુલ મુદામાલ કિંમત : રૂ. ૧,૪૩,૫૭૫/-
ગીર સોમનાથ પોલીસ દ્વારા પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરનારાઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ વિભાગે જણાવ્યું છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા






Total Users : 154521
Views Today : 