ભારતીય બનાવટ ના વિદેશી દારૂ નંગ 1047 જેની કિંમત ₹4,50,000 તથા ગાડી વેગેનાર કિંમત 4 લાખ મળી કુલ 8,50,000 નું મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન નો કેસ ગાંભોઈ પોલીસે કર્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ IPS ગાંધીનગર વિભાગ, તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ IPS સાબરકાંઠા હિંમતનગર નાઓએ પ્રોહી પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા પ્રોહીના કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આધારે શ્રી એ.કે.પટેલ સા.વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ, હિંમતનગર નાઓની સુચના અને માર્ગદર્શન એસ.જે.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેકટર ગાંભોઇ પોલીસ સ્ટેશન નાઓએ ગાંભોઇ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓને પ્રોહીના કેસો શોધી કાઢવા સુચના આપેલ તે અનુસંધાને ગાંભોઇ રણાસણ ત્રણ રસ્તા ખાતે રોડ ઉપર વાહન ચેંકિંગમાં કરતા હતા.તે દરમ્યાન શામળાજી તરફના રોડેથી બાતમી હકિકત વાળી સફેદ કલરની વેગેનાર ગાડી શંકાસ્પદ હાલતમાં આવતાં સદરી વેગેનાર ગાડીના ચાલકને હાથનો ઇશારો કરી ગાડીને રોડની સાઇડમાં ઉભી રખાવી અને ગાડીમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ટીનનો જથ્થો ગે.કા.રીતે ભરેલ હોઇ જેથી વેગેનાર ગાડીના ચાલક (૧) ભૈરા સ/ઓ ધનેશ્વર લક્ષ્મણ ડામોર ઉ.વ.૩૨ રહેવાસી.પાલ દેવલ (ડામોર ફળો) તા.દેવલ જી.ડુંગરપુર (રાજસ્થાન) (૨) મુકેશ સ/ઓ કુરીચંન્દ્ર ગોમાજી ભીલ (આદિવાસી) ઉ.વ.૨૬ રહેવાસી.પાલ દેવલ(ડામોર ફળો) તા.દેવલ જી.ડુંગરપુર (રાજસ્થાન) નાઓએ ખોટી નંબર પ્લેટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી વેગેનાર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ટીન નંગ -૧૦૪૭ જેની કી.રૂ.૪,૫૦,૧૧૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ ની કિ.રૂ.૬૦૦૦/- તથા વેગેનાર ગાડી ની કિ.રૂા.૪,૦૦,૦૦૦/-ની મળી કુલ મુદ્રામાલ કિ.રૂા. ૮,૫૬,૧૧૦/-નો કબ્જે કરેલ જે બાબતે ગાંભોઈ પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૧૪૨૫૦૭૩૭/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫ એ.ઈ,૮૧,૮૩ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨),૩૪૦(૨) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી;-
(૧) ભૈરા સ/ઓ ધનેશ્વર લક્ષ્મણ ડામોર ઉ.વ.૩૨ રહે.પાલ દેવલ (ડામોર ફળો) તા.દેવલ જી.ડુંગરપુર (રાજસ્થાન) (૨) મુકેશ સ/ઓ કુરીચંન્દ્ર ગોમાજી ભીલ (આદિવાસી) ઉ.વ.૨૬ રહે.પાલ દેવલ (ડામોર ફળો)તા.દેવલ જી.ડુંગરપુર (રાજ)
પકડવાના બાકી આરોપી:
(૩) વોન્ટેડ તનિષ્ક (પુરૂ નામઠામ જણાયેલ નથી) રહે.ડુંગરપુર તા.જી.ડુંગરપુર (૪) વોન્ટેડ બાપુ નામના ઇસમને (પુરૂ નામઠામ જણાયેલ નથી) હરસોલ તા.તલોદ
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 