ઉના તાલુકાના સીમર બંદર ખાતે દરિયા કિનારના વિસ્તારમાં મરીને ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ.
ઉના તાલુકાના સીમર બંદર ખાતેથી મરીન સેક્ટર લીડર ની કચેરી પીપાવાવ દ્વારા સીમર બંદર થી નવા બંદર સુધી મરીન કમાન્ડો ની અલગ-અલગ હીટ ટીમો બનાવી સઘન ફૂટ પેટ્રોલિંગ કરેલ.
આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું હતો. સામાન્ય રીતે આતંકવાદી ઘટનાઓ પછીનો સમય ગાળો અત્યંત સંવેદનશીલ હોય છે જોકે હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ સામાન્ય બન્યા પછી સતત તકેદારી રાખવી અત્યંત મહત્વપૂર્ણ બને છે જેથી ભવિષ્યમાં કોઈ અનિષ્ટીય બનાવ બનતા ટાળી શકાય આ સઘન કોસ્ટલ પેટ્રોલિયમ એટીએસ અને સિક્યુરિટી ના અધિક પોલીસમાં નિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા દરિયાઈ સુરક્ષા અને મળીને ટાસ્ક ફોર્સના પોલીસ મહાન નિરીક્ષક શ્રી પી એલ માલ સાહેબ તથા મરીન ટાસ્ક ફોર્સ ના પોલીસ અધિક્ષક શ્રી એસ જે પરમાર ના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.
સદર સઘન પેટ્રોલિંગમાં પીપાવાવ સેક્ટરના ડીવાયએસપી શ્રી જી. વી વસાવા પીએસઆઇ શ્રી બી એચ પાટીલ પીએસઆઇ શ્રી આર આર પરમાર સહિતના તમામ મરીન કમાન્ડોએ કાર્યવાહી હાથ ધરી હતી. સદર સઘન પેટ્રોલિયમ દરમિયાન જુદા જુદા સ્થળોએ શંકાસ્પદ વિસ્તારો શંકાસ્પદ બોટો શંકાસ્પદ વ્યક્તિઓ તથા શંકાસ્પદ જગ્યાઓનું ઝીણવટ ભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું… અને દરિયાઈ સુરક્ષામાં વધુ એક પગલું ભરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 155089
Views Today : 