>
Thursday, December 18, 2025

ગીરગઢડા તાલુકાના સનવાવ–ધ્રાબાવડ રોડ પર સિંહનો આતંક, માલધારી પર હુમલો

ગીરગઢડા તાલુકાના સનવાવ–ધ્રાબાવડ રોડ પર સિંહનો આતંક, માલધારી પર હુમલો

 

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સનવાવ–ધ્રાબાવડ રોડ ઉપર આવેલા એક વાડી વિસ્તારમાં વહેલી સવારે સિંહ દ્વારા માલધારી પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ઊના તાલુકાના એલમપુર ગામના વતની અને હાલ સનવાવ ગામની વાડી વિસ્તારમાં પશુઓ સાથે રાત્રી રોકાણ કરી રહેલા માલધારી ઘેલાભાઈ ભીખાભાઈ હાથેલ પર અચાનક સિંહે હુમલો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ઘેલાભાઈ ભીખાભાઈ પોતાના પશુઓને રાત્રી દરમિયાન સંભાળતા અને અન્ય માલધારીઓ પર નજર રાખી રહ્યા હતા. તે દરમિયાન વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના સમયે નજીકમાં છુપાયેલ સિંહે અચાનક હુમલો કરતા તેઓ જમીન પર પટકાયા. સિંહના આ હુમલામાં ઘેલાભાઈને શરીરના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

હુમલા બાદ આસપાસના માલધારીઓ દોડી આવ્યા અને ભારે મુશ્કેલી બાદ ઘાયલ માલધારીને બચાવી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર પૂરી કરી રજા આપી દીધી છે

આ ઘટનાને પગલે સનવાવ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગ્રામજનો અને માલધારીઓએ માંગ ઉઠાવી છે કે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ સિંહની હલચાલ પર કડક નજર રાખી માનવજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores