સાબરકાંઠા જિલ્લાનો “પેન્શનર ડે” 17 ડિસેમ્બરે વડાલી તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા યોજાયો
વડાલી નગર ખાતે “પેન્શનર ડે” ની ઉજવણી વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા ચામુંડા માતાજી મંદિરના પરિસરમાં કરાઈ
વડાલી તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સભા તેમજ “પેન્શનર ડે” ની ઉજવણી ધારાસભ્ય રમણલાલ વોરા ની ઉપસ્થિતિમાં યોજાઇ

જેમાં મુખ્ય મહેમાનમાં ગુજરાત રાજ્ય પેન્શન મહામંડળના પ્રમુખ શ્રી ચંદુલાલ જોશી તેમજ નાયબ જિલ્લા તિજોરી અધિકારી શ્રી વિનુભાઈ પટેલ પ્રમુખશ્રી ચતુરસિંહ ચૌહાણ મહામંત્રી શ્રી અરવિંદભાઈ સુથાર વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી તેમજ હાઈસ્કૂલની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો કાર્યક્રમમાં દિવંગત આત્માઓને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર તેમજ ફૂલછડી આપીને તેમજ શાલ ઓઢાડીને મોમેન્ટો આપીને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું
વાર્ષિક સભામાં ગયા વર્ષના પ્રોસેડિંગનું વાંચન તથા હિસાબો નું વાંચન મંત્રી શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા કરાયું હતું તેમજ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરાયું હતું
ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરાયું હતું તેમજ પેન્શનરને લગતા કોઈપણ પ્રશ્નોની રજૂઆત હોય તો તેમને કરવા માટે જણાવ્યું હતું
વડાલી તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સભામાં મોટી સંખ્યામાં 400 થી 500 જેટલા પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ દરમિયાન દાન વિરો દ્વારા અવિરત પણે દાનની વર્ષા વહી હતી
વડાલી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પરમાર ઉપ-પ્રમુખ પ્રવિણસિંહ સિસોદિયા મંત્રી શ્રી જયંતીભાઈ પટેલ સહમંત્રી અંબુભાઈ પટેલ ભોગીલાલ ચૌહાણ વગેરે ભારે જહમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
કાર્યક્રમની આભાર વિધિ ભીખાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ભોજન લઈને સૌ કોઈ પેન્શનરો છૂટા પડ્યા હતા અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 154933
Views Today : 