>
Friday, December 19, 2025

ગીર સોમનાથ: સુરતના સરથાણા લૂંટ કેસનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

ગીર સોમનાથ: સુરતના સરથાણા લૂંટ કેસનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

 

ગીર સોમનાથ:સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનાના નાસતા ફરતા આરોપીને ગીર સોમનાથ એલ.સી.બી. પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે આરોપી હાજાભાઈ પીઠાભાઈ કળોતરા (રહે. અંબાડા, તા. ગીર ગઢડા) ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સામે અગાઉ ઉના પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.આ સફળ ઓપરેશનમાં એલ.સી.બી. પી.આઈ. એસ.વી. રાજપુત, પી.એસ.આઈ. એ.સી. સિંધવ, પી.એસ.આઈ. એચ.એલ. જેબલીયા, અરવિંદભાઇ જાની, સંદિપસિંહ ઝણકાટ, વિજયભાઇ રામ, પ્રવિણભાઇ મોરી, રવિરાજસિંહ બારડ અને ડ્રાઈવર પ્રકાશભાઇ સોલંકી સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.

 

રિપોર્ટર: ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores