>
Saturday, December 20, 2025

ચુડાસમાની નવમી પૂણ્યતીથી નિમિતે ભાયાવદરમાં રકતદાન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પનું આયોજન

ચુડાસમાની નવમી પૂણ્યતીથી નિમિતે

 

ભાયાવદરમાં રકતદાન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પનું આયોજન

 

ન્યુરોસર્જન ડો.પ્રકાશ મોઢા, ડૉ. ગૌતમ માકડીયા અને જીગરસિંહ જાડેજા સહિતના નિષ્ણાંતો સેવા આપશે

 

 

ભાયાવદરના રાજકીય સામાજીક ધાર્મિકના ભામાસા ગણાતા ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાના દિકરી હેમાનીનું નવ વર્ષ પહેલા અકાળે અકસ્માતમાં મોત થતા તેમના દિવ્ય આત્માની શાંતી માટે ચુડાસમા પરિવાર દર વર્ષે મેગા મેડીકલ તેમજ રકતદાન કેમ્પ યોજી કુ. હેમાનીબાને શ્રધ્ધાંજલી અર્પવા આગામી તા.૨૧ને રવિવારે સવારે ૮.૩૦ થી રાજપુત સમાજ ભવનમાં આયોજન કરવામાં આવેલ છે.

 

ભાયાવદરનાં આંગણે આગામી તા.૨૧ને રવિવારના સવારે યોજાઈ રહેલા મેગા મેડીકલ તથા રકતદાન કેમ્પ વિશેમાહિતી આપતા જિલ્લા

 

ભાજપના અગ્રણી અને ભાષાવદર ક્ષત્રીય સમાજના પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા (દ્વારકા) ઉપેન્દ્રસિંહ ચુડાસમા (રાણાવાવ) માહિતી આપતા જણાવેલ કે અમારા પરિવારના દિકરી કું. હેમાની બાનું નવ વર્ષ પહેલા થયેલ અકાળે અકસ્માતમાં મોત થયેલ તેના દિવ્ય આત્માને શાંતી માટે તેમજ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના મંત્રને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રના નામાંકિત કહી શકાય તેવા ડોકટરોમાં ન્યુરો સર્જન ડો. પ્રકાશ મોઢા, ડ કેન્સરના ડો.ગૌતમ માકડીયા, ન્યુરો સર્જન જીગરસિંહ જાડેજા, સ્પાઈન ઓર્થો સર્જન ડશે. અલ્પેશ બજાણીયા, ફેફસા હૃદયના કરણ મોઢવાડીયા, કિડની લીવરના ડો.યશ ટીલાળા સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ઓમદેવસિંહ ગોહિલ, ટ્રોમા સર્જન

 

કૌશિક પટેલ, ડેન્ટલના સર્જન ડો. અમી પટેલ, પેરાલીસીસ આંચકીના ડો. ત્રિશાંત ચોટાઈ, એમ.ડી.દિવ્યેશ બરોચીયા, સર્જન ડૉ. પિયુષ કણસાગરા, માનસીક રોગના ડો. મોહિત જોષી આંખ, કાન, ગળાના ડો. કોશિક ફળદુ, ક્રિટીકલ કેર સ્મીતા

 

ઝાપડીયા, યુરોલોજી સર્જન ડૉ.પ્રિયંક માકડીયા સ્ત્રીરોગના ડૉ.જયોતિ કણસાગરા દાંતના સર્જન ડો.ખુશ્બુ બરોચીયા, સહિત સૌરાષ્ટ્રના નામાંકિત ડૉકટરો પોતાની સેવા આપશે.

 

સર્વરોગ તથા મેગા મેડીકલ કેમ્પનું ઉદઘાટન કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાના હસ્તે કરવામાં આવશે. જયારે મુખ્ય મહેમાન તરીકે રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ઢાંક સ્ટેટ રાજસિંહંજી વાળા, અતિથિ વિશેષ તરીકે રાજયમંત્રી કુવરજીભાઈ બાવરીયા, ધારાસભ્યો ડૉ.મહેન્દ્રભાઈ પાડલીયા જયેશભાઈ રાદડીયા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ મંત્રી હકુભા જાડેજા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક પૂર્વ ધારાસભ્યો પ્રવિણભાઈ માકડીયા, મહેન્દ્રસિંહ

 

સરવૈયા, જયરાજસિંહ જાડેજા, ઉદ્યોગપતી પુનિતભાઈ ચોવટીયા, નવઘણસિંહ ચુડાસમા, જયવિરસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ જાડેજા, યશપાલસિંહ ગોહિલ, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા સહિત નામાંકિત આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચુડાસમા પરિવારની આગેવાનીમાં રેખાબેન સિણોજીયા, નગરપતિ, સંજયભાઈ ઠાકોર, અતુલભાઈ વાછાણી, માકડીયા, રવિન્દ્રસિંહ સરજુ ભાઈ ચુડાસમા, ધવલભાઈ ધમસાણીયા, નયનભાઈ ફળદુ, હાર્દિક રાવલ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે

રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores