>
Sunday, December 21, 2025

ઉના તાલુકાના લામધાર ગામ નો યુવાન પેરા મિલેટરી ફોર્સ ની તાલીમ કરી વતન પરત ફરતા ગામ ના લોકો એ કર્યું સ્વાગત 

ઉના તાલુકાના લામધાર ગામ નો યુવાન પેરા મિલેટરી ફોર્સ ની તાલીમ કરી વતન પરત ફરતા ગામ ના લોકો એ કર્યું સ્વાગત

ઉના તાલુકાના લામધાર સ્વ.અશોકભાઇ ભીખાભાઇ બાંભણીયા ના પુત્ર મિતેશ બાંભણિયા પેરા મિલેટરી ફોર્સ મા ભરતી થયેલ બાદ મા મધ્યપ્રદેશ ના બડવા ખાતે 11 મહિના ની ટ્રેનીંગ પુર્ણ કરી વતન પરત ફરતા ગામ ના લોકો એ ભવ્ય સ્વાગત કર્યું હતું આ મિતેશ બાંભણિયા જ્યારે 9 વર્ષ ની ઉમર ના હતા ત્યારે એમના પિતા નુ અકસ્માત એ મૃત્યુ થયું હતું પરંતુ માતા ડાય બેન એ અથાગ પરિશ્રમ કરીને દિકરા ને ભણાવ્યો અને સાથે સાથે મિતેશ બાંભણિયા એ અથાક મહેનત કરી ને પેરા મિલેટરી ફોર્સ મા ભરતી થયો હતો જ્યારે માણસ એક વખત કોઈ પણ લેય પછી એ મહેનત મા લાગી જાય એટલે સફળતા પ્રાપ્ત કરીને જ રહે છે આમ એક વિધવા માતા નો દિકરો અથાગ મહેનત અને લગનથી પેરા મિલેટરી ફોર્સ ની કઠિન તાલીમ પુરી કરી છે વતન પરત ફરતા ગામ ના લોકો એ સ્વાગત કર્યું હતું સાથે સાથે નાના એવા લામધાર ગામ તથા કોળી સમાજ નુ ગૌરવ વધાર્યું છે સાથે સાથે અન્ય યુવાનો માટે પ્રેરણા આપી છે..બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores