ખેડબ્રહમા પો.સ્ટે. વિસ્તારમાંથી બે આરોપીને ગેરકાયદેસરની મેગજીન સાથેની પીસ્ટલ નંગ- ૦૩ તથા એક મેગજીન સાથે સાબરકાંઠા SOG એ પકડી પાડયા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ. જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ અસરકારક એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા જણાવેલ.જે અન્વયે ડી.સી. પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી,નાઓની સુચના મુજબ શ્રી.કે.યુ.ચૌધરી, પો.સ.ઇ., એસ.ઓ.જી.,ના માર્ગદશન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી બાબતે ખેડબ્રહ્મા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન પેટ્રોલીંગ ફરતો ફરતો ખેડવા ચેક પોસ્ટ ખાતે આવી વાહન ચેકીંગની કામગીરી ચાલુ કરેલ હતી.દરમ્યાન સાથેના એ.એસ.આઇ.અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.નં-૦૯૦૨ તથા આ.હે.કોન્સ. હરપાલસિંહ જશવંતસિંહ બ.નં-૧૪૭ નાઓને તેમના ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે. રાજસ્થાન બાજુથી એક મોટર સાયકલ રજી નં- RJ 27 SX 4187 ઉપર બે ઇસમો આવનાર છે.જેમાં એક ઇસમ ગોરીથી ચાલે છે.જે ઇસમ પાસે કોલેજ બેગમાં ગેર કાયદેસર હથિયાર રાખેલ છે.વિગેરે બાતમી હકિક્ત અન્વયે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન સદરી બાતમી હકિક્તવાળી મોટર સાયકલ આવતાં સદરી મોટર સાયકલના ચાલક તથા તેની પાછળ બેસેલ ઇસમને ચેક કરતાં તેઓની પાસે રહેલ કોલેજ બેગમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવતાં સદરી બન્ને આરોપીઓ વિરૂધ્ધમાં ખેડબ્રહમા પો.સ્ટે. આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી સારૂ ખેડબ્રહમા પો.સ્ટે.સુપરત કરવામાં આવેલ છે.
અટક કરેલ આરોપી
(૧) રાહુલકુમાર બંસીલાલ પારધી ઉ.વ.- ૨૪ રહે. દેહરી, પો. મેડી, તા. કોટડા, જી.ઉદેપુર રાજસ્થાન
(૨) અર્જુનકુમાર પાબુભાઈ પારઘી ઉ.વ.-૨૧ રહે. સાવનક્યારા, પો.ગુરા, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન
પકડવાનો બાકી આરોપી
(૩) કલ્લું મો.નં-૮૩૧૯૨ ૪૯૫૫૦ રહે. મધ્યપ્રદેશ જેનું પુરૂ નામ સરનામું જણાયેલ નથી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 155784
Views Today : 