>
Sunday, December 21, 2025

જિલ્લાના શીર્ષ અધિકારીઓની સહૃદયતા વૃદ્ધ અને અશક્ત મહિલાનું સ્ટેજની નીચે ઉતરીને તેમના સ્થળ પર જઈ સન્માન કર્યું*

*જિલ્લાના શીર્ષ અધિકારીઓની સહૃદયતા*

————

*વૃદ્ધ અને અશક્ત મહિલાનું સ્ટેજની નીચે ઉતરીને તેમના સ્થળ પર જઈ સન્માન કર્યું*

————

વેરાવળ ખાતેથી યોજાયેલા ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાના ઉદ્ઘાટન સત્રમાં આજે જિલ્લામાં વિશેષ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

જેમાં સન્માનિત થનાર શ્રી લાભુબહેન બચુભાઈ મકવાણા કે જેની ઉંમર વધુ હોવાથી સ્ટેજ પર ચડી શકે તેમ નથી. તેવું ધ્યાનમાં આવતાં જ જિલ્લા કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જાતે સ્ટેજની નીચે ઉતરીને તેમના સ્થળે જઈને પ્રમાણપત્ર આપ્યું હતું.

 

ઉપસ્થિત સૌએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની આ સરળતાને તાળીઓના નાદથી વધાવી લીધી હતી.

 

ઉલ્લેખનીય છે કે, જલ જીવન મિશન કાર્યક્રમ અન્વયે પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજના હેઠળ ૫૦% ઉપર મહત્તમ પાણી વેરા વસૂલાત ધરાવતી પાંચ ગ્રામ પંચાયતને પંચાયતદીઠ રૂ. ૧,૫૦,૦૦૦ની પ્રોત્સાહક રકમ ફાળવવામાં આવી હતી.

 

જે અંતર્ગત ગીરગઢડાના કોદિયા ગામને પણ પ્રોત્સાહક રકમ ફાળવવામાં આવતાં શ્રી લાભુબહેનને પ્રતિકાત્મક ચેક દ્વારા આ રકમની ફાળવણી કરવામાં આવી હતી.

 

 

સરકારી કર્મચારી અને અધિકારી વહીવટી રીતે જ દક્ષ નથી, પરંતુ સંવેદનશીલતાની રીતે પણ સહૃદયતા ધરાવે છે તેનું ઉદાહરણ આ અનુકરણીય પગલાએ પ્રસ્તુત કર્યું હતું.

બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores