માલપુર તાલુકાના ધોળેશ્વર ગામે નશાબંધી માટે નો પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજાયો.
નશાબંધી અને આબકારી કચેરી સાબરકાંઠા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા માલપુર તાલુકાના ધોળેશ્વર ગામમાં વ્યસન મુક્તિ કરવા માટે પ્રચાર પ્રસાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગામની આશરે 30થી 40જેટલી મહિલા ઓ સહભાગી બની હતી. કાર્યક્રમ માં ધોળેશ્વર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી વરસાત યોગેશ ભાઈ હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના કોઓર્ડિનેટર શૈલેન્દ્ર જાડેજા તથા સંસ્થા ના મહિલા કાર્યકર કમલાબેન અને સામાજિક કાર્યકર બાબુભાઈ ડામોર હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં પ્રથમ પ્રાર્થના કરવામાં આવી અને સરપંચ શ્રી યોગેશ ભાઈ ના વરદ્ હસ્તે દીપ પ્રાકટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો ત્યારબાદ કાર્યક્રમ નો હેતુ સમજાવવા માં આવ્યો હતો. શૈલેન્દ્ર જાડેજા એ વક્ત્વ્ય માં નશો કરવાથી સમાજ પરિવાર ને થતું નુકશાન સમજાવ્યું. અને કમલા બેને બહેનો પર થતા અત્યાચાર માટે વ્યસનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો વ્યસન છોડવા ની વાત કરી સમજાવ્યા હતા. પરિવર્તન ટીમ દ્વારા નાટક ભજવવા માં આવ્યું અને નશા થી થતું નુકશાન સમજાવ્યું હતુ.
કાર્યક્રમ માં સંસ્થા દ્વારા ચાલતા વિવિધ પ્રકારના પ્રકલ્પો ની માહિતી આપવામાં આવી જેમાં પર્યાવરણ, રોજગારી,તાલીમો, આરોગ્ય, મહિલા કલ્યાણ ની વિગતો આપી જેમાં ખાસ રોજગારી મળે તે માટે 18 થી 25 વર્ષ ની દીકરી ઓ માટે અરવિંદ મિલ અમદાવાદ માં નોકરી ની પણ જાહેરાત કરી હતી. અંતે આભાર વિધિ બાબુભાઈ ડામોરે કરી હતી. ચા નાસ્તો કરી સૌએ છૂટા પડ્યા.
(અબ્દુલ રઝાક મનસુરી દ્રારા)






Total Users : 155814
Views Today : 