ખેડબ્રહ્મા તાલુકાના માણેકનાથ મંદિર ખાતે શ્યામનગર દેવી ભાગવત કથા પ્રારંભ કરાયો
રોજંટા પરિવાર, રામનગર આયોજિત ભોલેશ્વર આશ્રમ વસઈના મહંતશ્રી શ્યામસુંદરજી મહારાજનાશ્રી મુખેથી શ્રીમદ દેવી ભાગવત કથાનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો. સ્વર્ગસ્થ વક્તાભાઈ પ્રભુભાઈ અને સ્વર્ગસ્થ અમૃતભાઈ ધુળાભાઈના મોક્ષાર્થે
સાત દિવસ ચાલનારી કથાની શરૂઆત યજમાનશ્રી વક્તાભાઈ પુંજાભાઈ પટેલ રામનગરના ઘેરથી ડીજેના તાલ સાથે વાજતે ગાજતે પોથીયાત્રા તથા સંતોની શોભાયાત્રા કાઢી અને નવા માણેકનાથ મંદિર કથા સ્થળે પહોંચેલ. શોભાયાત્રામાં વિરેશ્વર સંતકુટીરના સંતશ્રી તુલસીદાસ સાહેબ અને માણેકનાથ મંદિરના મહંતશ્રી શામળગીરીજી મહારાજ જોડાયા હતા. સમગ્ર કથાના યજમાન સ્વર્ગસ્થ સંતશ્રી પુંજાબાપાના સાત સંતાનો જેમાં વક્તાભાઈ, રમણભાઈ, મનુભાઈ, ડાહીબેન સાવિત્રીબેન, હંસાબેન અને રમીલાબેનનો પરિવાર છે. દરરોજ સવારે 9:30 થી 12:30 કથા નું રસપાન અને ત્યારબાદ દરરોજ બ્રહ્મ ભોજન આપવામાં આવશે.
રમણભાઈ પુંજાભાઈ પટેલે સ્વાગત અભિવાદન કરેલ. સાત દિવસ દરમિયાન અનુક્રમે સંત શ્રી સહમપુરીજી મહારાજ, સંતશ્રી શ્રવણભારતીજી મહારાજ, સંતશ્રી નવલક કિશોરજી મહારાજ, સંતશ્રી સેવાદાસજી મહારાજ અને સંતશ્રી મંગલપુરીજી મહારાજ ઉપસ્થિત રહેવાના છે.. આજરોજ મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધેલ જેમાં વડાલીના અગ્રણીશ્રી ડાયાભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ પ્રદેશ ઉપપ્રમુખ શામળભાઈ પટેલ, ચાર તાલુકા મંત્રી દિનેશભાઈ મેહુલ પટેલ, જગુભાઈ પટેલ, શ્રી એમ.કે.રહેવર કિસાન સંઘ મંત્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ એસ પટેલે કરી હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156076
Views Today : 