ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાજાનો જથ્થો ૯ કિલો ૨૧૧ ગ્રામ કિ.રૂ-૪,૬૦,૫૫૦/- તથા આરોપીઓ પાસેથી કબજે લીધેલ ગાડી તથા મોબાઈલ મળી કુલ કિ.રૂ ૬,૨૦,૫૫૦ નો મુદ્દામાલ પકડી પાડતી ખેરોજ પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ IPS નાઓએ સાબરકાંઠા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા ” SAY NO TO DRUGS* મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સુત્રને સાર્થક કરવા નાર્કોટીક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર ડી.એન.સાધુ ખેરોજ પો.સ્ટે નાઓ તથા સ્થાનીક પોલીસના માણસો તા.૨૨/૧૨/૨૦૨૫ રોજ નાઈટ રાઉન્ડ દરમ્યાન ખેરોજ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કામગીરીમા રોકાયેલ હતા તે દરમ્યાન એક સફેદ કલરની CHEVROLET કંપનીની TAVERA B2 NEO3 MAX 10 ગાડી નંબર-GJ-18-BL-7509 ની ગાડી આવતા સદર ગાડીને ઉભી રખાવી તપાસ કરતા ગાડીની અંદર ગેરકાયદેસરનો માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૯.૨૧૧ કિ.ગ્રામ કિ.રૂ.-૪,૬૦,૫૫૦/- મળી આવતા જેથી ગાડીમા સવાર ઇસમોની કબજા ભોગવટાની TAVERA ગાડી નંબર-GJ-18-BL-7509 કી.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નં-૦૨ કિ.રૂ.-૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા-૬,૨૦,૫૫૦/- મુજબનો મુદ્દામાલ કબજે લઇ સદરી આરોપીઓ વિરૂધ્ધમાં ઘી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (એન.ડી.પી.એસ.એકટ)ની કલમ-૮(સી), ૨૦ (બી),૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી એન.ડી.પી.એસ એકટ મુજબનો કેસ શોધી કાઢવામા સફળતા મેળવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) પંકજભાઈ બાબુભાઈ પંચાલ ધંધો.ડ્રાઇવિંગ ઉ.વ.-૩૬ રહે.જીતપુર તા.બાયડ જી.અરવલ્લી હાલ રહે.અંબીકાનગર સોસાયટી,બાયડ તા.બાયડ જી.અરવલ્લી
(૨) સતેન્દ્રગીરી આનંદગીરી સન્યાસી ઉ.વ.૪૨ રહે. બળીયાદેવ મહારાજ મંદીર, ડાભા તા.બાયડ જી.અરવલ્લી
પકડવાના બાકી આરોપી
(૧) અજીતભાઈ પોપટભાઈ ગમાર રહે.મોટા સેબલીયા તા.પોશીના જી.સાબરકાંઠા
પકડાયેલ મુદામાલ
માદક પદાર્થે ગાંજાનો જથ્થો ૦૯ કીલો ૨૧૧ ગ્રામ કિ.રૂ. ૪,૬૦,૫૫૦/-
સફેદ કલરની CHEVROLET કંપનીની TAVERA B2 NEO3 MAX10 ગાડી નંબર- GJ-18-BL-7509 ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
VIVO કંપનીનો S1 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ કિ.રૂ.૫,૦૦૦/-
OPPO કંપનીનો ગ્રે કલરનો F27 PRO + 5G મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
કુલ કિ.રૂ-૬,૨૦,૦00/-
કામગીરી કરનાર:-
(૧) ડી.એન.સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ પોસ્ટે
(૨) આ.પો.કો મહેન્દ્રસિંહ રાવતસિંહ બ.નં.૬૬૦ ખેરોજ પોસ્ટે
(૩) અ.પો.કો દિલીપભાઈ ખીમાભાઈ બ.નં.૭૫૭ ખેરોજ પોસ્ટે
(૪) અ.પો.કો જયેશભાઈ અરવિંદભાઈ બ.નં.૮૦૧ ખેરોજ પોસ્ટે
(૫) આ.પો.કો પ્રધ્યુમનસિંહ જામતસિંહ બ.નં-૬૦૩ ખેરોજ પોસ્ટે
(ડી.એન.સાધુ) પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન






Total Users : 156251
Views Today : 