તારીખ 23/12/25 મંગળવાર
શ્રી સી.બી. ગાંધી નૂતન બાલમંદિર અને બાલવાટિકાના બાળકો દ્વારા આપણા વ્યવસાયકાર અને ગ્રામીણ સંસ્કૃતિનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું.

આજ રોજ તારીખ 23/12/25 ને મંગળવારે શ્રી સી.બી. ગાંધી નૂતન શાળાના બાલમંદિર અને બાલવાટિકાના બાળકોએ આપણા દેશના જુદા જુદા વ્યવસાયકારોની કૃતિ રજૂ કરી હતી અને સાથે આપણા દેશની જે ગ્રામીણ સંસ્કૃતિ છે તે જ પ્રમાણે નાના નાના ભૂલકાઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન રજૂ કર્યું હતું.
આ પ્રદર્શન જોવા માટે શાળાના આચાર્ય સાહેબ શ્રી, દરેક શિક્ષક મિત્રો, દરેક વાલી મિત્રો તેમજ આજુબાજુના લોકો પણ હાજર રહ્યા હતા. દરેક વ્યક્તિઓએ આ પ્રદર્શનના ખૂબ જ વખાણ કર્યા હતા. 
ખરેખર આ નાના નાના ભૂલકાઓએ ખૂબ જ સરસ ભૂમિકા ભજવી હતી તે વખાણને પાત્ર છે.
અલ્તાફ મેમણ પાલનપુર







Total Users : 156295
Views Today : 