હિંમતનગર ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત “સશક્ત નારી મેળા” નો પ્રારંભ કરાયો
હિંમતનગર ખાતે રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ દૃઢ બનાવતો ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’ નો શુભારંભ પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજા સાહેબની ઉપસ્થિતીમાં શુભઆરંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘લોકલ ફોર વોકલ’ ના દ્રષ્ટિકોણને સાકાર કરતી આ પહેલ અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો અને મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ્સની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.
આ મેળામાં હસ્તકલા સામગ્રી,હર્બલ તથા આયુર્વેદિક ઉત્પાદનો,ડેરી ઉત્પાદનો તેમજ મિલેટ આધારિત આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજા સાહેબે બહેનો સાથે આત્મીય સંવાદ સાધી તેમની મહેનત,સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને બિરદાવ્યા હતા. સાથે જ મહિલાઓના આર્થિક તથા સામાજિક સશક્તિકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં બહેનોને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયા,રાજ્યસભા સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિડીઝાલા સાહેબ ધારાસભ્યશ્રી રમણભાઈ વોરા, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,કૌવસલ્યા કુંવરબા પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ ભુમિકાબેન પટેલ,ઉપપ્રમુખશ્રી હિતેષભાઈ પટેલ,જિલ્લા કલેક્ટરશ્રી લલિતનારાયણ સંધુ,ડી.ડી.ઓ. શ્રી હર્ષદભાઈ વોરા,જિલ્લા પોલીસ વડાશ્રી પાર્થરાજસિંહ ગોહિલ,શહેર સંગઠન પ્રમુખશ્રી કુલદીપભાઈ પાઠક,સહિત જિલ્લા તથા તાલુકા ના અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ અને જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાંથી બહેનોની વિશાળ હાજરી નોંધાઈ હતી.
આ મેળો નારી શક્તિ, સ્વદેશી ગૌરવ અને સશક્ત ભારતનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156231
Views Today : 