સાત માસથી અનડિટેક્ટ ગુન્હા નો ભેદ ઉકેલી આરોપીને વિજયનગર પોલીસે પકડી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સા.શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ હિંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ નાઓએ અનડીટેક ગુન્હા શોધી કાઢવા માટે આપેલ સુચના આધારે એ.બી.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વેલન્સ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ આધારે માહીતી મેળવી અ.હેડ.કોન્સ વિરેન્દ્રકુમાર અમૃતભાઇ નાઓને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે વિજયનગર પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.ન-૧૧૨૦૯૦૫૫૨૫ ૦૪૩૫/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ એ,ઇ મુજબના કામનો આરોપી મુકેશભાઇ રાજુભાઇ ખૈર રહે.ખેરગઢ તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા વાળો પરોસડા ગામે આવેલ છે. જે હકિકત આધારે પરોસડા ગામે જતા સદરી ઇસમની તપાસ કરતા સદરી આરોપી મળી આવતા જેનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ મુકેશભાઇ રાજુભાઇ ઉવ.૩૮ ખૈર રહે.ખેરગઢ તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા વાળો હોવાનુ જણાવેલ જેને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પુપરછ કરતા પોતે આજથી સાત માસ અગાઉ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતો હોય દરમ્યાન પોલીસ નાકાબંધી દરમ્યાન પોલીસને જોઇ દારૂ રોડની સાઇડમાં નાખી અંધારાનો લાભ લઇ નાસી ગયેલ હોવાની કબુલાત કરતો હોઇ જેથી ઉપરોકત ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ 7 માસથી અન-ડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવામાં વિજયનગર પોલીસને સફળતા મળી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) ડી.એમ.વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૨) અ.હેડ.કોન્સ વિરેન્દ્રકુમાર અમૃતભાઇ
(૩) અ.પો.કોન્સ.નકુલકુમાર લલીતભાઇ
(૪) અ.પો.કોન્સ.દિનેશભાઇ નારણભાઇ
(૫) અ.પો.કોન્સ.રણજીતભાઇ મનજીભાઇ
(એ.બી.ચૌધરી)
પોલીસ ઇન્સ્પેક્ટર વિજયનગર પોલીસ સ્ટેશન
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156752
Views Today : 