આપ સર્વેને જણાવતા આનંદ થાય છે આજના આ જમાનામાં આપણા માટે તથા આપણા બાળકો માટે પૈસા ભરીને પણ આપણા બાળકોનું સરકારી ભરતી જેવી કે પોલીસ, મિલેટ્રી, બી એસ એફ, ફોરેસ્ટ કે અન્ય કોઈ પણ સરકારી ભરતી માટે કોઈ પણ કારણોસર સારીરીક કસોટી માટે તૈયારી નથી કરી સકતા, ત્યારે થોડા ગામના આગેવાનો અને રોજ પ્રેક્ટિસ કરતા યુવાનોની exarmy ટીમ ને એક નમ્ર અરજી હતી કે, તમારી ટીમ જેમ ગરાળ ગામના બાળકોને પ્રેક્ટીસ કરવે છે તેવી જ રીતે ઊના તાલુકાના ખાણ ગામમા તથા આજુબાજુ નાં તમામ ગામના છોકરાઓને સતત 35 દિવસ નો કેમ્પ યોજવામાં આવે. તેથી
Ex. Army કેપ્ટન અશોક સાહેબ,
Ex. Army નટુ ભાઈ,
Ex. Army જસ્વીનભાઈ,
Ex. Army તથા ધીરુભાઈ,
Ex. Army ધર્મેશભાઈ, તથા તેમની સંપૂર્ણ ટીમ દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો અને આ 35 દિવસના કેપ્મનું આયોજન કરવામાં આવ્યું. તાજેતર માં ઊના તાલુકા ના ગરાળ ગામે કેમ્પ ચાલુ હોય ત્યારે જેમાં છોકરાઓ તથા છોકરીઓ કુલ મળીને 80 જેટલી સંખ્યા છે. અને ઊના તાલુકાના ખાણ ગામે છોકરાઓ તથા છોકરીઓ કુલ મળીને 70 જેટલી સંખ્યા છે. આમાં ખાસ વાત તો એ છે કે આ 35 દિવસના કેમ્પમાં એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. આ કેમ્પ તદન ફ્રી ફ્રી ફ્રી છે. આ સમગ્ર કેમ્પ ના આયોજન માં ખાણ ગામના આચાર્યશ્રી બાબુ સાહેબ, તથા આ ગામના સરપંચશ્રી જીણાભાઈ સોલંકી નો મહત્વનો ફાળો અને સાથ સહકાર મળ્યો છે. આટલું જ નહીં આચાર્યશ્રી બાબુ સાહેબ, તથા આ ગામના સરપંચશ્રી જીણાભાઈ સોલંકી વતી કહેવામાં આવ્યું હતું કે જ્યારે જરૂર પડે ત્યારે માત્ર એક ફોન કરજો હમે આપણા ભાવિ ભવિષ્યના બાળકો અને આપના સપોર્ટ માટે સદાય હાજર રહીશું… તેથી આજુ બાજુના દરેક ગામના લોકોએ અચૂક ભાગ લેવો જોઈએ અને આપણા બાળકોને ભાગ લેવા માટે પ્રેરીત કરવા જોઈએ.
રિપોર્ટર – ભાણજીભાઈ સોલંકી.







Total Users : 156952
Views Today : 