ખેડબ્રહ્મા ખાતે પ્રાંત અધિકારીશ્રી એન ડી પટેલના અધ્યક્ષસ્થાને સરપંચશ્રીઓ સાથે બેઠક યોજાઈ
ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસલક્ષી પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટે પ્રાંત અધિકારીશ્રી નિમેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન ઉપસ્થિત સરપંચશ્રીઓએ પોતપોતાના વિસ્તારના પડતર પ્રશ્નો અને રજૂઆતો પ્રાંત અધિકારીશ્રી સમક્ષ મૂકી હતી. જે બાબતે સકારાત્મક ચર્ચા કરી નિકાલ લાવવા ખાતરી આપવામાં આવી હતી.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ હાજર રહીને વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી અને અમલીકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156910
Views Today : 