સવગઢ ( પાણપુર) ગ્રામ પંચાયતના પદાધિકારીઓનું ઓરમાયું વર્તન.
સોસાયટી વિસ્તારમાં ગંદકી અને સ્ટ્રીટ લાઈટ બાબતે આંખઆડા કાન અને વિકાસના કોઈપણ કામને મંજૂરી નહીં.
હિંમતનગર તાલુકાને અડીને આવેલા સવગઢ (પાણપુર) પંચાયતના વર્તમાન સત્તાધીશો અને ચૂંટાયેલા પદાધિકારીઓને માત્ર ગામતળમાં જ વિકાસ ના કામો કરવામાં રસ છે. સદર પંચાયત હસ્તકના સોસાયટી વિસ્તાર જેવા કે મહેબૂબ પાર્ક, રહેમતનગર ,ખાન સોસાયટી, ગુલિસ્તા પાર્ક સોસાયટી વગેરે સોસાયટીઓમાંથી ગ્રામ પંચાયત નિયમિત વેરો ઉઘરાવી લે છે
પરંતુ આ સોસાયટી વિસ્તારની પ્રાથમિક જરૂરિયાતો અને પાયાના પ્રશ્નો ઉકેલવામાં સદર પંચાયત સજાગ રીતે નીરસતા દાખવીને પ્રજાકીય સુખાકારી આપવામાં સતત પીછેહટ કરી રહી છે.પાણપુર પાટિયા થી સવગઢ ગામ તરફ જવાના જાહેર માર્ગ ઉપર થોડાક જ સમય પહેલા લગાવેલી સ્ટ્રીટ લાઈટની એલઇડી લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે.આ મુખ્ય માર્ગ હોઈ રાત્રે પણ અવર-જવર થતી રહે છે. નવાઈ અને આશ્ચર્ય એ વાતનું છે
કે જેવી ગામની હદ શરૂ થાય છે ત્યાંથી સમગ્ર ગામતળ વિસ્તારમાં કોઈ સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં નથી , વળી એલઇડી લાઇટ પણ હલકી અને ઉતરતી કક્ષાની ગુણવત્તાહીન લગાવી હોય તેવું લાગી રહ્યું છે. તદુપરાંત સ્વચ્છતા ના નામે પણ વહાલા દવલા ની નીતિથી માત્ર ગામ પૂરતી જ સફાઈ કરવામાં આવે છે.ઉપરોક્ત દર્શાવેલ સોસાયટીઓમાં અને પાણપુર પાટિયા થી પાણપુર (સવગઢ) ગામને જોડતા મુખ્ય જાહેર માર્ગની આજુબાજુ ગંદકીના ઢગ ખડકાઈ ગયા છે પરંતુ પંચાયતના સત્તાધીશો માત્ર અને માત્ર ગામની સફાઈને જ મહત્વ આપી રહ્યા છે. ભારતના માનનીય વડાપ્રધાન ના સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડતા આ પંચાયતના સત્તાધીશો અને પદાધિકારીઓ સદર પંચાયતમાં સ્વચ્છતા માટેની મળતી માતબર લાખો રૂપિયાની ગ્રાન્ટ નો ઉપયોગ ના જાણે ક્યાં કરી રહ્યા છે એ તપાસનો વિષય છે.સરકારી નિયમ મુજબ વ્યક્તિ દીઠ રૂપિયા ૪ (ચાર) ની સ્વચ્છતા ની ગ્રાન્ટ સહાયનું વળતર વર્ષોથી ગામતળ સિવાયના સોસાયટી વિસ્તારના નાગરિકોને મળતો નથી
જેથી આ તમામ સોસાયટીમાં વસતા નાગરિકો દ્વારા વર્ષોથી સરકાર શ્રી માંથી મળતી સ્વચ્છતા અંગેની નાણાકીય સહાયનો હિસાબ જાહેર કરવા માંગ ઉઠવા પામી છે. અહેવાલ = એક ભારત ન્યૂઝ







Total Users : 156910
Views Today : 