બનાસકાંઠા ના ઇકબાલગઢ ખાતે ખેડૂત સંમેલન કાર્યક્રમ થકી ખેતી વિષયક માર્ગદર્શનની સાથે ખેડૂત જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકામાં રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાંકીય સહયોગ થકી રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિ દ્વારા જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખી ગ્રામ વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે ,
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે 28 ડિસેમ્બરે ધીરુભાઈ અંબાણીની જન્મ જયતીને ખેડૂત દિવસ તરીકે ઉજવણી કરવાના ઉદ્દેશ્યથી રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિ દ્વારા ખેતી અને પશુપાલન વ્યવસાયને વિષયક માર્ગદર્શન મળી રહે તે આશયથી ” ઇકબાલગઢ ના પંચમુખી હનુમાન મંદિરના પટગણમાં ખેડૂત સંમેલન દ્વારા ખેડૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું.

પ્રસ્તુત કાર્યક્રમ સંસ્થાના પ્રોજેકટ કાર્યક્ષેત્રના દાંતા અને અમીરગઢ તાલુકાના ગામો 500 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનો સહભાગી થઇ ખેતી વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો
સદર કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીક્લચરશ્રી ધવલભાઈ જોશીની અધ્યક્ષતા હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો,જેમાં રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિના કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતો મિત્રો ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ,ખેતી લક્ષી માર્ગદર્શન અને ખેતીલક્ષી યોજના વિષયક માર્ગદર્શન મેળવવા સફળ થયા હતા
ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયેલ કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડાના સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડૉ એમ.એસ.પટેલ સાહેબ દ્વારા ખેડૂતો કઠોળ વર્ગના પાકોની સુધારેલી વેરાયટી વિષયક માર્ગદર્શન આપી , કઠોળ સંશોધન કેન્દ્ર તથા દાંતીવાડા યુનિવર્સિટી મુલાકાત લેવા અંગે ભાર મુક્યો હતો,સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સુધારેલ જાતના બિયારણો થકી ખેતીનો વ્યાપ વધે તે અંગે ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો,
પ્રસ્તુત કાર્યક્રમના અધ્યક્ષ સાથે સહભાગી થયેલ ધવલ ભાઈ જોશી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેના આયમો અંગે સમજ અપાવમાં આવી હતી
કાર્યક્રમમાં ઉપસ્થિત કામઘેનું યુનિવર્સીટીના વેટેનરી વિભાગ ડૉ ગીરીશભાઈ ચૌધરી દ્વારા આદર્શ પશુપાલન અને તેની માવજત અંગે ઊંડાણ પૂર્વક સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,
જિલ્લા નાયબ બાગાયત અધિકારી શ્રીવિરેનભાઈ દ્વારા બાગાયત ખેતીનું મહત્વ અને બાગાયત વિભાગની વિવિધ યોજના વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના જયદીપભાઈ ચૌધરી દ્વારા પ્રાકૃતિક કૃષિનું મહત્વ તેના આયમો અને અને વર્તમાન સ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત અંગે સહભાગી ખેડતો ને સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,
પ્રસ્તુત કાર્યક્રમમાં સહભાગી થયેલ જિલ્લા ખરીદ વેચાણ સંઘના મેનેજરશ્રી નાગરભાઈ ચૌધરી દ્વારા અમીરગઢ અને દાતા ની વર્તમાન ખેતી પદ્ધતિ અને તેમાં બદલાવ લાવવા અંગે સમજ આપવામાં આવી હતી
બેન્ક ઓફ બરોડા આર.સે.ટી ના ફેકલ્ટી શ્રી રજનીકાંતભાઈ દ્વારા રોજગાર લક્ષી તાલીમો અને તાલીમમાં સહભાગી થવાની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી
સદર કાર્યક્રમમાં અમીરગઢ અને દાતાના સફળ અને સક્રિય ખેડૂતો ના અનુભવો ની આપ લે અને જાહેરમંચ પર સંમ્માન કરીને તેમની ખેતી પ્રણાલી ને બિરદાવવા માં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન અને રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિની ટીમ દ્વારા નોંધપત્ર પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શ્રી ચેતનભાઇ જોષી દ્વારા કરવામાં આવેલ હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891







Total Users : 157247
Views Today : 