વડાલી તાલુકાના થેરાસણા ખાતે બી જી શાસ્ત્રી હાઈસ્કૂલના NSS વિભાગ દ્વારા ત્રી દિવસીય શિબિર યોજાઈ
જેમાં વિદ્યાર્થીઓમાં સેવાની ભાવનાનો વિકાસ થાય તેના ભાગરૂપે શ્રી બી.જી.શાસ્ત્રી(મોર્ડન) હાઈસ્કૂલ વડાલી રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ તા.23/12/2025 થી 25/12/2025 દરમિયાન થેરાસણા મુકામે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
જેમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સફાઈ,ગામ મુલાકાત, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ,અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ, સ્વચ્છતા,સાક્ષરતા અને વ્યસન મુક્તિ જાગૃતિ રેલી દ્વારા સુંદર સંદેશો આપવામાં આવ્યો તથા શિબિરના અંતિમ દિવસે ભોજન સમારંભ સાથે કાર્યક્રમનું સમાપન થયું. એન.એસ.એસ. ની આ ખાસ શિબિરને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉ.હસમુખભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ nss પ્રોગ્રામ ઓફિસર શ્રી મેહુલકુમાર પંડ્યા સાહેબ તથા સમગ્ર શાળા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી
તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ સાહેબ ,મંત્રીશ્રી જયંતીભાઈ પટેલ સાહેબ, થેરાસણા સરપંચ શ્રી જયંતીભાઈ સાહેબ , પ્રા.શાળા આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબ અને તેમનો સ્ટાફ તથા થેરાસણા સમસ્ત ગ્રામજનોએ સુંદર સાથ સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
બ્યુરો રીપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 157119
Views Today : 