>
Sunday, December 28, 2025

ઉત્તરાયણ નાં તહેવાર નિમિત્તે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં ઇસમને LCB એ પકડી કિ.રૂ.૨૮,૭૫૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

ઉત્તરાયણ નાં તહેવાર નિમિત્તે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં ઇસમને LCB એ પકડી કિ.રૂ.૨૮,૭૫૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાહેબ, સાબરકાંઠા નાઓ દ્વારા આગામી ઉત્તરાયણનાં તહેવાર દરમ્યાન ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપૂર્ણ તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને જે સુચના આધારે પો.ઈન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી. નાઓએ જીલ્લામાં ચાઈનીઝ ઘેરી તથા ચાઈનીઝ તુકકલ ની હેરાફેરી તથા વેચાણ અટકાવવા સારૂ પો.સ.ઈ. શ્રી આર.જે.જાડેજા, એલ.સી.બી. તથા એ.એસ.આઇ વિનોદભાઈ તથા પો.કો. પ્રહર્ષકુમાર, હિમાંશુકુમાર વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવી હતી

 

ઉપરોક્ત ટીમ ગઈ કાલ તા.૨૭/૧૨/૨૦૨૫ ના રોજ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એ.એસ.આઈ. વિનોદભાઈ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, “કીફાયતનગર, પાણીની ટાંકી નજીક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં. GJ,09.AM.9921 ઉપર કાળા કલરનું શર્ટ તથા આછા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ એક ઇસમ ચાઈનીઝ દોરીના ટેઈલરો પોતાના કબજાના વિમલના થેલામાં રાખી વેચાણ કરવા સારુ ઉભેલ છે” જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જઈ જોતાં ઉપરોકત બાતમી મુજબની મોટર સાયકલ લઇ હાજર હોય સદર ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ મોહમદદાનિશ મયુદ્દીનભાઈ શેખ ઉ.વ.૨૫ રહે.હડીયોલપુલ છાપરીયા, અશરફનગર, નીચવાસ, તા.હિંમતનગર, જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ સદર ઇસમ પાસેથી એક વિમલ કંપનીનો થેલો મળી આવેલ જેની અંદર જોતાં “MONO SKY” કંપનીના ચાઈનીઝ દોરીના કૂલ – ૩૫ નંગ ટેઇલરો મળી આવેલ. જેની કૂલ કિ.રૂ.૮,૭૫૦/- તથા એક હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નં. GJ,09.AM.9921 જેની કિં.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૮,૭૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મોહમદદાનિશ મયુદ્દીનભાઈ શેખ પકડાઇ જઇ મે. કલેકટર સાહેબશ્રી તથા જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી, સાબરકાંઠા હિંમતનગર નાઓના જાહેરનામાંનો ભંગ કરેલ હોય જે બદલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૫૧૧૬૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા જી પી એક્ટ (૧૯૫૧)ની કલમ ૧૧૭, ૧૩૧ મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ અર્થે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

 

પકડાયેલ મુદ્દામાલ :-

 

ચાઇનીઝ દોરીના કૂલ – ૩૫ નંગ ટેઇલરો કિ.રૂ.૮,૭૭૫૦/-

 

હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેની કિ.રૂ. ૨૦,૦૦૦/-

 

કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨૮,૭૫૦/-

 

બ્યુરો રિપોર્ટ… એક ભારત ન્યુઝ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores