ખેરોજ પોલીસે અન ડિટેક્ટ ગુન્હા ને ડિટેક્ટ કરી એકટીવા કીમત 25000/- ના મુદ્દા માલ સાથે રિકવર કરી
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS) ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,સાબરકાંઠા ડો પાર્થરાજસિંહ ગોહીલ (IPS) નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સારુ સુચના કરેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહીલ સાહેબ ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેકટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા
જે દરમ્યાન આજરોજ તા.૨૭/૧૨/૨૦૨૫ ના રોજ ખેરોજ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો લાંબડીયા માલવાસ ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન અ.પો.કોન્સ રાજુભાઈ લુમ્બાભાઈ બ.ન-૮૨૪ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, “મો.સા.ચોરીઓ કરતી ગેંગનો એક ઇસમ રાકેશકુમાર ઉદયલાલજી ભારથાજી રહે.ગુરા(બણાફળા) પોસ્ટ -ઢેડમારીયા તા.કોટડાછાવણી જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો એક ચોરીની એકટીવા લઇ કોટડાગઢી થી લાબંડીયા તરફ આવી રહેલ છે” જે બાતમી આધારે ખેરોજ પોલીસ સ્ટાફના માણસો લાંબડીયા માલવાસ ત્રણ રસ્તા ઉપર બાતમી બાબતે વોચ રાખી વાહનો ચેક કરતા હતા દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની એક એકટીવા મોપેડ લઈને એક ઇસમ આવતા જે એકટીવા ચાલકને હાથનો ઇશારો કરી એકટીવા ઉભુ રખાવી સદરી એકટીવા ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનું રાકેશકુમાર ઉદયલાલજી ભારથાજી ઉ.વ.આ.૨૫ રહે.ગુરા(બણાફળા) પોસ્ટ -ઢેડમારીયા તા.કોટડાછાવણી જી.ઉદેપુર (રાજસ્થાન) નો હોવાનું જણાવતો હોઇ તેની અંગઝડતી કરતાં તેની પાસેથી કોઈ ગુન્હાહીત ચીજવસ્તુ મળી આવેલ નહી જેથી મજકુર ઇસમ પાસેનુ હોન્ડા કંપનીનુ વાદળી કલરનુ આગળ પાછળ નંબર પ્લેટ વગરની એકટીવા જેનો ચેચીસ નંબર-ME4JF505BGU003578 તથા એન્જીન નંબર-JF50EU3003370 નો હોઈ સદરી ઇસમ પાસેથી સદર એકટીવાના આર.ટી.ઓ. પાસીંગ તથા માલીકી અંગેના આધાર પુરાવા માંગતા તે નહી હોવાનું જણાવતા સદર એકટીવા કોની માલીકીની છે અને કયાંથી લાવેલ છે અને કયાં લઇ જનાર હતો તે બાબતે પુછતાં ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોઇ જેથી ઇ-ગુજકોપ પોર્ટલ મારફતે ઓનલાઇન ચેક કરતા સદરહું એકટીવા ચોરી થયા અંગે ખેરોજ પો.સ્ટે ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોય સદર એકટીવાની.કિ.રૂ.૨૫,૦૦૦/-નું ગણી તપાસ અર્થે કબજે લેવામાં આવી એકટીવા ચાલકને સદર ગુન્હા મા અટક કરવામા આવેલ છે આમ, સદર ગુન્હાનો મુદામાલ રીકવર કરી ગુન્હો ડીટેક્ટ કરી મિલકત સંબધી ગુન્હાનો ભેદ ઉકેલવામાં ખેરોજ પોલીસ ટીમને સફળતા મળેલ છે
પકડાયેલ આરોપી
(૧) રાકેશકુમાર ઉદયલાલજી ભારથાજી ઉ.વ.આ.૨૫ રહે.ગુરા (બણાફળા) પોસ્ટ -ઢેડમારીયા તા.કોટડાછાવણી
જી.ઉદેપુર (રાજસ્થાન)
બ્યુરો રિપોર્ટ… એક ભારત ન્યુઝ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 157755
Views Today : 