>
Monday, December 29, 2025

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૬નું કેલેન્ડર પ્રસારિત કરાયું

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૬નું કેલેન્ડર પ્રસારિત કરાયું

 

અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે શક્તિપીઠ અંબાજી મંદિરનું વર્ષ ૨૦૨૬ કેલેન્ડરનું કરાયું વિમોચન

માઈ ભક્તોને અંબાજી મંદિર વિશેના વિવિધ મેળાઓ, તહેવારો અને ખાસ દિવસોની માહિતી મળી રહે તે હેતુથી વિમોચન કરી વેચાણ અર્થે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરમાં વર્ષ દરમિયાન ઉજવાતા વિવિધ તહેવારો, પુનમો, આઠમો, જાહેર રજાઓ વગેરેની વિસ્તૃત વિગતો સામેલ કરવામાં આવી છે. આગામી સમયમાં મંદિર ટ્રસ્ટ ધ્વારા ટેબલ કેલેન્ડર પણ વિતરણ માટે મૂકવામાં આવશે. મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN ઉપરથી ઘરે બેઠા ઓનલાઈન પોર્ટલ મારફતે પણ વર્ષ ૨૦૨૬નું કેલેન્ડર ઓર્ડેર કરી શકાશે.

અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલ ધાર્મિક વેચાણ કેન્દ્ર ઉપર, શક્તિદ્વારની બાજુમાં આવેલ વી.આઈ.પી પ્લાઝા અને ગબ્બર ખાતથી આ કેલેન્ડરનું વેચાણ કરવામાં આવશે. આજના આ વિમોચનમાં મંદિર ટ્રસ્ટના વહીવટદારશ્રી તથા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ, મંદિર ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસરશ્રી, ખાસ ફરજ પરના અધિકારીશ્રી હાજર રહ્યા હતા એમ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ જણાવ્યું

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ અંબાજી બનાસકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores