ઈડરના રાણી તળાવ પાસેથી 3, કિલો ગાંજા સાથે કિશોર સહિત બે ઈસમો 1.50 લાખ ની મત્તા સાથે ઝડપાયા
નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી સાબરકાંઠા- હિંમતનગર ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ આઈ.પી.એસ. નાઓએ પ્રતિબંધીત કેફી ઔષધો અને માદક પદાર્થના ગે.કા. અને વગર પાસ પરમીટે વેચાણ કરતાં ઇસમો પકડી કાયદેસર કરી અને આ પ્રકારની ગે.કા.ની પ્રવુત્તિ નેસ્ત નાબુદ થાય તે સારુ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોઈ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઈડર વિભાગ નાઓના માર્ગ દર્શન હેઠળ અમો એ.જી.રાઠોડ પો.ઇન્સ. ઇડર પો.સ્ટે નાઓ પો.સ્ટે સ્ટાફના માણસો સાથે કાર્યરત હતા
દરમીયાન તા.૨૯/૧૨/૨૦૨૫ ના રોજ વી.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા ઈડર પોસ્ટેના સર્વેલન્સ સ્કોડના આ.હે.કો.કીરીટસિંહ રજનીકાંતસિહ તથા પો.કો. નિકુલસિંહ મહેન્દ્રસિંહ તથા જયદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પો.કો.હાર્દિકકુમાર લાલાભાઈ નાઓ ૩૧ મી ડીસેમ્બર ૨૦૨૫ ને અનુલક્ષીને ખાનગી વાહનમા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા અને પેટ્રોલીંગ ફરતા ફરતા વિજયનગર ત્રણ રસ્તાથી ઈડર તરફ આવી રહેલ હતા દરમ્યાન ઈડર રાણી તળાવ કવીન્સ લેક હોટલ સામે રોડની સાઈડમા ત્રણ ઈસમો કોલેજ બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા હોય જેથી અમોએ ખાનગી વાહન ઉભુ રખાવી નીચે ઉતરી સદરી ઇસમો પુછ પરછ કરતા ત્રણેય ઇસમના નામઠામ પુછતા પોતે પોતાના નામ (૧) જીગર લાલચંદ પારઘી રહે.ધોડામારી તા. કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન (૨) સુનીલ ચંદુભાઈ રાવળ હાલ રહે.કપુરી ચોક ડો.મુકુદભાઈ દવેના દવાખાનાની પાસે, માણસા તા.માણસા જી.ગાંધીનગર મુળ રહે.લાંઘણજ તા.જી.મહેસાણા (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નો હોવાનું જણાઈ આવતાં આરોપી નં-૧ પાસે થી થેલો જોતા કાળા તથા ગુલાબી કલરનો સ્કુલ બેગ ખોલી જોતા તેની અંદર પ્લાસ્ટીકના ગમ પટા થી વીટાળેલ બે પેકેટ મળી આવેલ જે પેકેટ ખોલી તેમા રહેલ પદાર્થ જોતા વનસ્પતિજન્ય ગાંજા વગર પાસ પરમીટે માદક પદાર્થ ગાંજો જેનું વજન ૩.૦૨૧ કિલો ગ્રામ કિમત રુ. ૧,૫૧,૦૫૦ /- મળી આવતાં ત્રણેયની પુછ-પરછ કરતાં આરોપી નં-૧ નાએ સદર ગાંજો પોતાના ઘરે ઉગાડી માદક પદાર્થ ગાંજાનો જથ્થો આરોપી નં-૨ નાને આપવાનો હોઇ જે રોકડ રકમ ૧૪,૭૦૦/- તથા મોબાઈલ નંગ ૦૩ કિમત રૂપીયા ૧૫,૦૦૦/- નો મૂદામાલ કબ્જે કરી આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુધ્ધ ઇડર પોલીસ સ્ટેશન બી પાર્ટ ઘી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (એન.ડી.પી.એસ.એકટ)ની કલમ ૮(સી) ૨૦ (બી), ૨૯ તથા જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૧૫ ની કલમ ૭૮ મુજબનો ગુન્હો રજી કરી આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
આરોપીઓના નામ: –
(૧) જીગર લાલચંદ પારઘી રહે.ધોડામારી તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન
(૨) સુનીલ ચંદુભાઈ રાવળ હાલ રહે.કપુરી ચોક ડો.મુકુદભાઈ દવેના દવાખાનાની પાસે,
માણસા તા.માણસા જી.ગાંધીનગર મુળ રહે.લાંઘણજ તા.જી.મહેસાણા
(૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
કબ્જે કરેલ મુદ્દામાલઃ
(૧) માદક પદાર્થ ગાંજો ૩.૦૨૧ કિલો ગ્રામ કિમત રુ.૧,૫૧,૦૫૦ /-
(૨) રોકડ રકમ ૧૪,૭૦૦/-
(૩) મોબાઈલ નંગ ૦૩ કિમત રૂપીયા ૧૫,૦૦૦/- નો મુદ્દામાલ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 158466
Views Today : 