સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ચિઠોડા વડાલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન મંદિરમાં ચોરી કરતી ગેંગ નો મુખ્ય સૂત્રધાર ને ચાંદીના છતર રોકડ રકમ 23,000 ના મુદ્દા માલ સાથે સાબરકાંઠા LCB એ ઝડપ્યો
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ, ચિઠોડા, વડાલી વિસ્તારમાં રાત્રી દરમ્યાન મંદિર ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારને ચાંદીના છત્તર તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ.૨૩,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ગત તા.૧૮,૧૯/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે સલાલ તથા પોગલુ ગામેથી મંદીરોમાંથી ચાંદીના છત્તરો તથ દાનપેર્ટ તોડી રોકડ રકમની ચોરીનો બનાવ બનેલ હોઈ જે અનુસંધાને પ્રાંતિજ પો.સ્ટે, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૩૧(૪), ૩૦૫(ડી) મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૩૧(૪), ૩૦૫(ડી) મુજબ ના ગુન્હાઓ નોધાયેલ.
સદર ગુન્હાઓનો ભેદ ઉકેલવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાબરકાંઠા નાઓએ ચોરીઓના અ રોપીઓને શોધી પકડી પાડવા સુચના કરેલ. જે આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ.એલ.સી.બી. નઓએ સતત માર્ગદર્શન હેઠળ શ્રી આર.જે.જાડેજા, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ ટીમ બનાવવામાં આવી
સદર ઉપરોકત ટીમ દ્વારા મંદિરોની ચોરીનો ભેદ ઉકેલવ સારૂ બનાવવાળી જગ્યાની વિજીટ કરી આજુબાજુના વિસ્તારન સી.સી.ટી.વી. ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોસીસ આધારે તપાસમાં કાર્યરત હતા જે દરમ્યાન તા.૨૯/૧૨/૨૦૨૫ ના રોજ PSI આર.જે.જાડેજા તથા PC હિમાંશુકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે, ” દસેક દિવસ પહેલાં પ્રાંતિજ પૉ.સ્ટે.વિસ્તારના સલાલ તથા પોગલુ ગામે મંદિરોમાં ચોરીને અંઝામ આપનાર ગેંગનો એક ઇસમ હિંમતનગર બસ સ્ટેશનની બાજુમાં રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્ત ઉપર કાળા કલરની લાલ તથા પીની ડીઝાઈનવાળી સાલ ખભે નાખેલ અને શરીરે લીલા કલરનો ઝીણી ચોકડી ભાતવાળો શર્ટ તથા વાદળી પેન્ટ પહેરેલ ઉભેલ છે.” જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જતાં બાતમી હકીકતવાળો ઇસમ ઉભેલ હોઇ સદરી ઇસમને પકડી પાડી પુછપરછ કરતાં રમેશભાઈ ઉર્ફે દિનેશ સરાફીયા શરમલ નટ ઉ.વ.૫૫ રહે.કુંભારીયા નટવાસ અંબાજી પોલીસ સ્ટેશનની પાછળ તા.દાંતા જી.બનાસકાંઠાનો હોવાનું જણાવેલ જેની અંગજડતી કરતાં પેન્ટના ખીસ્સામાં એક પ્લાસ્ટીકની કોથળીમાં ચાંદી જેવી ધાતુના નાન નાના છતર નંગ-૧૦ તથા બીજા ખીસ્સામાં રોકડ રકમ તથા નાની બેટરી રાખેલ હોય જે સંબંધે સદરીને પુછતાં પ્રથમ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપતો ના હોઇ સદરી ઇસમને યુત્પ્રિયુદિથી પુછતાં દસેક દિવસ પહેલાં સાંજના તેણે તથા તેના વિસ્તારમાં રહેતા તેના સમાજના બ લીયાભાઈ મનસરીયાભાઇ નટ તથા વાઘેલાભાઈ રાધ કિશનભાઈ નટતથા ઇન્દ્રરાજભાઈ પ્રકાશભાઈ નટ તથા અર્જુનભાઈ ફતીયાભાઈ નટ તથા ભેરૂભાઈ ગોકળભાઈ નટ એ રીતેનાઓએ ભેગા મળી ચાંદીના છત્તર નંગ-૧૦ તથા રોકડ રકમ આશરે ચાર હજાર ની સલાલ તથા પોગલુ ગામેથી ચોરી કરેલાની કબુલાત કરેલ छे.
તેમજ બે માસ અગાઉ ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ ચીતરીયા ગામે ડુંગર ઉપર આવેલ મંદિરમાં પણ ઉપરોકત માણસો ભેગા મળી મંદિરનું તાળુ તોડી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
તેમજ ચાર માસ અગાઉ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના થેરાસણા ગામે આવેલ મંદિરમાં પણ ઉપરોકત માણસો ભેગા મળી તાળુ તોડી દાનપેટીમાંથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
જેથી, સદરી પકડાયેલ આરોપી પાસેથી ચાંદીના છત્તર નંગ-૧૦ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂ. ૩,૯૦૦/- તથા બેટરી કિ.રૂ. ૫૦/- મળી કુલ કિ.રૂ.૨૩,૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ સારૂ પ્રાંતિજ પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
– રમેશભાઈ ઉર્ફે દિનેશ સરાફીયા શરમલ નટ ઉ.વ.૫૫ રહે.કુંભારીયા, નટવાસ, અંબાજી પોલીસ સ્ટેશનની પાછળ,તા.દાંતા જી.બનાસકાંઠા
પકડવાના બાકી આરોપીઓ:-
(૧) બાલીયા સરમનીયા નટ
(૨) ઇન્દ્રરાજભાઈ પ્રકાશભાઇ નટ
(૩) ભેરૂભાઈ ગોકળભાઇ નટ
(૪) વાઘેલાભાઈ રાધાકિશનભાઈ નટ
(૫) અર્જુનભાઈ ફતીયાભાઈ નટ
તમામ રહે.કુંભારીયા, નટવાસ, અંબાજી પોલીસ સ્ટેશનની પાછળ, તા.દાંતા જી.બનાસકાંઠા
કુલ મળી આવેલ મુદ્દામાલ
કિંમત
23,850/-
ડીટકટ કરેલ ગુન્હા:-
(૧) પ્રાંતિજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૫૧૨૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૪), ૩૦૫(ડી) મુજબ
(૨) પ્રાંતિજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૧૨૫૧૨૯૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૪), ૩૦૫(ડી) મુજબ
(૩) ચિઠોડા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૭૨૫૦૪૧૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ(૪) વડાલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૫૦૪૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 158380
Views Today : 