વડાલીની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે સાયબર સિક્યુરિટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
વડાલીના હાઈ-ટેક કોમ્પ્યુટર એજ્યુકેશન ના હસમુખભાઈ પટેલ દ્વારા દ્વિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું

શેઠ પી. કે. શાહ ગર્લ્સ હાઇસ્કૂલ, વડાલી ખાતે તારીખ 1 -1 -2026 તથા 2 -1 -2026 ના રોજ ધોરણ 9 થી 12 ની દીકરીઓને Hi-Tech Computer Education, વડાલી ના ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે સાયબર સિક્યુરિટી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટનો વધતો ઉપયોગ અને તેના કારણે વધતા સાયબર ફ્રોડ તથા ઑનલાઇન ગુનાઓ અંગે વિદ્યાર્થિનીઓને જાગૃત કરવા માં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને Instagram, Facebook, WhatsApp જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થનારા ફેક પ્રોફાઇલ ફ્રોડ, લિંક મોકલી એકાઉન્ટ હેકિંગ, OTP માંગીને થતી ઠગાઈ, ખોટા લોટરી/ઇનામના મેસેજ, ફેક કોલ અને ફેક ઑફર્સ જેવી જોખમી સોશિયલ ફ્રોડ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તેમજ સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિ સાથે ચેટિંગ, ખાનગી ફોટા અથવા વ્યક્તિગત માહિતી શેર કરવાના જોખમો, પાસવર્ડ અને OTP ગુપ્ત રાખવાની આવશ્યકતા તેમજ કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવાની જાગૃતિ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીનીઓએ આ વિષયમાં વિશેષ રસ દર્શાવ્યો હતો અને પ્રશ્નોત્તરી દરમિયાન સોશિયલ ફ્રોડથી બચવાના ઉપાયો અંગે યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થિનીઓને ડિજિટલ સજાગતા અને સાયબર સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 158747
Views Today : 