અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
તા.૦૨/૦૧/૨૦૨૬ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને હિમતનગર ભોલેશ્વર સર્કલ પાસે આવતા અ.હેડ.કો રાકેશકુમાર વિનુભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૭૨૫૦૧૯૫/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૧૮(૨),૨૯૬(બી),૩૫૧ (૩),૧૨૬(૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫(૧) મુજબના ગુન્હાના કામનો આરોપી હસનેન જાવેદભાઈ વિજાપુરા રહે, પરબડા તા.હિંમતનગર જી.સાબરકાંઠાનાનો હિંમતનગર પરબડા ખાતે રોડ ઉપર ઉભો છે.જે હકીકત આધારે સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આમ, અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ.
> કામગીરી કરનાર અધીકારી કર્મચારી
(૧) એ.એમ.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર
(૨) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ
(૩) અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ
(૪) અ.પો.કો ઘરમવીરસિંહ દિલીપસિંહ
(૫) અ.પો.કો હિતેષકુમાર રમણભાઈ
(૬)આ.પો.કો કિર્તિરાજસિંહ કિરીટસિંહ
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા







Total Users : 159256
Views Today : 