ભૂરિયા 11મુખી હનુમાનજીની અદભૂત વિરાટ મૂર્તિ દર્શન માટે ઉમટી રહ્યો છે માનવ સમુદાય 271મો સુંદરકાંડ પાઠ થયો
નવ રચિત વાવ થરાદ જિલ્લો થરાદ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય,બનાસ ડેરી ના ચેરમેન તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી ના વિઝનરી નેત્રુત્વ ને કારણે વિકાસની નવી હરણફાળ ભરી રહ્યું છે ત્યારે રાહ તાલુકાના ભૂરિયા ગામે મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ ના સત સંકલ્પથી વાવ થરાદ પંથકને ગૌરવ લઈ શકાય તેવી 11મુખી હનુમાનજીની સમગ્ર ભારત વર્ષની 31 ફૂટ ઊંચી પથ્થરમાંથી નિર્મિત એકમાત્ર વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામ કાજ ચાલુ હતુ
જેને રંગરોગાન સાથે તાજેતરમાં સંપૂર્ણ તૈયાર થતાં આ વિસ્તારમાં હર્ષ થવાયો છે તથા દર્શન માટે વિશાળ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે અને આ સ્થળ તીર્થધામ તરીકે ઉભરી રહ્યું છે
કોરોના કાલથી વિશ્વ ના તમામ જીવાત્માઓના કલ્યાણ માટે દર શનિવારે 11 મુખી હનુમાનજી આશ્રમ ભૂરિયા ખાતે સુંદરકાંડ પાઠ નુ આયોજન કરવામાં આવે છે તે પૈકી આ શનિવારે સતત 271 મા પાઠનુ આયોજન મહામંડલેશ્વર શ્રી મહંત ઘેવરદાસજી મહારાજ ના પાવન સાંનિધ્યમાં શાસ્ત્રી વિક્રમભાઈ લુણીશંકર દવેના કંઠે કરવામાં આવ્યું હતું આશ્રમ ના મહંત જ્યાં સુધી પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી છેલ્લા દોઢ વર્ષથી અન્ન નો ત્યાગ કરી ફલાહારી જીવન જીવી રહ્યા છે નવરાત્રી થી દરરોજ સવારે શાંતિ પોષ્ટિક હવન થાય છે વર્ષોથી અખંડ જ્યોત ચાલુ છે દર્શન માટે આવતા ભક્તો માટે ચા પાણી ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ છે
પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ







Total Users : 159256
Views Today : 