*પ્રેસ નોટ*
સનવાવ-જરગલી રોડનું કામ આખરે શરૂ: સામાજિક કાર્યકર ધર્મેશ ચાવડાની લડત રંગ લાવી
ગીર ગઢડા:છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા સનવાવથી જરગલી ગામને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કામ આખરે શરૂ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી છે. વર્ષોની હાલાકી અને તંત્રની ઉદાસીનતા સામે સામાજિક કાર્યકર ધર્મેશ ચાવડાએ ઉપાડેલી ઝુંબેશને મોટી સફળતા મળી છે.
વર્ષો જૂની સમસ્યાનો અંત સનવાવથી જરગલી જતો રસ્તો લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં હતો. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ અને ઉખડી ગયેલા ડામરને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળતા હતા, કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નહોતી.સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત બની નિર્ણાયક
જ્યારે સ્થાનિક કક્ષાએ રજૂઆતોનું કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે સામાજિક કાર્યકર ધર્મેશ ચાવડાએ આ પ્રશ્નને રાજ્ય કક્ષાએ લઈ જવાનો નિર્ણય કર્યો. તેમણે ગુજરાત સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ (SWAGAT) માં આ અંગે વિગતવાર રજૂઆત કરી હતી.”લોકોની હાલાકી જોઈને આ મુદ્દે લડત આપવી જરૂરી હતી. તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા માટે સ્વાગત કાર્યક્રમ એક સચોટ માધ્યમ બન્યું.” – ધર્મેશ ચાવડા, સામાજિક કાર્યકર એક જ મહિનામાં કામગીરી શરૂ
સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થયાના ગણતરીના દિવસોમાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. રજૂઆતના એક જ મહિનાની અંદર વહીવટી મંજૂરીઓ મેળવીને પ્રત્યક્ષ રીતે રોડ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં રસ્તા પર મશીનરી અને મજૂરો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.







Total Users : 159303
Views Today : 