>
Wednesday, January 7, 2026

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા ના 7 ચોરીના બાઈક સાથે બાઈક ચોરીનો ભેદ ખેડબ્રહ્મા પોલીસે ઉકેલ્યો

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા ના 7 ચોરીના બાઈક સાથે બાઈક ચોરીનો ભેદ ખેડબ્રહ્મા પોલીસે ઉકેલ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, IPSગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સા શ્રી,ડૉ, પાર્થરાજસિંહ ગોહીલ IPS સા તથા શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ઇડર નાઓએ મિલ્કત તથા બાઈક સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઈન્સ, શ્રી આર.ટી.ઉદાવત નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેકટર કે.વી.વહોનીયા તથા અ.હે.કો. ધર્મેદ્રકુમાર નટવરભાઈ તથા અ.પો.કો પ્રદીપસિહ મહેન્દ્રસિહ તથા અ.પો.કો. ધવલકુમાર કેવળભાઈ તથા આ.પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ ખેડબ્રહમા પોલીસ સ્ટેશન વિગેરે પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ.

ઉપરોક્ત ટીમ તા.૦૪/૦૧/૨૦૨૫ ના રોજ ખેડબ્રહમા તાલુકાના લીલાવંટા ગામની સીમમાં ખેડવા આઉટ પોસ્ટ આગળ વાહન ચેકીંગમાં હતી દરમ્યાન અ.પો.કો પ્રદીપસિહ મહેન્દ્રસિંહ તથા અ.પો.કો. ધવલકુમાર કેવળભાઈ બ.નં.૫૩૬ ખેડબ્રહમા પોલીસ સ્ટેશન નાઓએ બાતમી હકિકત મળેલ કે “સાબરકાઠા તથા મહેસાણા જીલ્લાઓમા મોટરસાયકલની ચોરીઓ કરતો” મોહમંદ સાહીલ સ/ઓ મોહંમદ શાહીદ શેખ રહે.કોટડા છાવણી તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન વાળો એક હિરો સ્પેલ્ડર પ્લસ કાળા કલર નુ સફેદ પટ્ટા નુ લઇને મામેર રાજસ્થાન તરફ થી ખેડવા તરફ આવી રહેલ છે જે બાતમી આધારે ખેડવા આઉટ પોસ્ટ આગળ રોડ ઉપર વાહનચેકિંગ કરતા હતા તે દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની હિરો સ્પેલ્ડર પ્લસ કાળા કલર નુ સફેદ પટ્ટા વાળુ મોટરસાયકલ લઇને એક ઇસમ મામેર રાજસ્થાન તરફથી આવતાં તેને રોકી લઇ સદરહું મોટરસાયકલ ચાલક ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ મોહમંદ સાહીલ સ/ઓ મોહમંદ શાહીદ શેખ ઉ.વ.૨૦ રહે. શીતળામાતા મંદીર, કોટડા છાવણી તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેથી તેની પાસેની હિરો સ્પેલ્ડર પ્લસ કાળા કલર નુ સફેદ પટ્ટા વાળુ જે મો.સા.ના આર.ટી.ઓ પાસીંગ તથા માલીકી અંગેના આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતાં સદર મો.સા. કોની માલીકીની છે અને કયાંથી લાવેલ છે અને કયાં લઇ જનાર છે તે બાબતે પુછતાં સદરી ઇસમ ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોય અને સદરી મો.સા.ની આગળ પાછળ નંબર પ્લેટ ન હોઈ જેથી એન્જીન-ચેચીસ નંબર આધારે પોકેટકોપની મદદથી તપાસ કરતાં જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-09-DL-8120 ચેચીસ નંબર MBLHAW236P5B03434 તથા એન્જીન નં. HA11E8P5B53871નો હોઇ અને સદર મો.સા અત્રેના ખેડબ્રહમા પોલીસ સ્ટેશન ના ભારીતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ હોય સદર હિરો સ્પેલ્ડર પ્લસ કાળા કલર નુ સફેદ પટ્ટા વાળુ વાળુ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-09-DL-8120 કિ.રૂા. ૨૦,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબજે લેવામાં આવેલ અને સદર પકડાયેલ આરોપીને ખેડબ્રહમા પો.સ્ટે. ખાતે લાવી વધુ પુછપરછ કરતાં બાઇક ચોરીની કબુલાત કરી

 

(૧) મોહમંદસાહીલ સ/ઓ મોહમંદશાહીદ શેખ ઉ.વ.૨૦ રહે. શીતળામાતા મંદીર, કોટડા છાવણી તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન.

 

આમ ખેડબ્રહમા પો.સ્ટે. પોલીસ દ્રારા કુલ-૭ મોટર સાયકલો કિ.રૂ.૧,૨૩,૦૦૦/- નો મુદ્દામાલ બી.એન.એસ.એસ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરવામાં આવેલ છે. મોહમંદસાહીલ સ/ઓ મોહમંદશાહીદ શેખ ઉ.વ.૨૦ રહે. શીતળામાતા મંદીર, કોટડા છાવણી તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાનની ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 99998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores