સાબર સ્ટેડીયમ હિંમતનગર ખાતે કરાટે ડો ફેડરેશન ગુજરાત ધ્વારા અંડર ૨૧ અને સિનિયર ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું
ઉદ્ઘાટન સમારોહમાં હિંમત નગર જેલના અધિક્ષક શ્રી જે.જી. ચાવડા, કરાટે ડો ફેડરેશન ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ ખત્રી, મહામંત્રી મહેશભાઈ રાવલ, ઉપ પ્રમુખ કાસમભાઈ દાવ, ઉપ પ્રમુખ પૂર્વાંગભાઈ નાયક, ખજાનચી વિકાસભાઈ સોઢી, ટેકનીકલ ડાયરેક્ટર કમલેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ સુરતી હાજર રહયા હતા
સાબરકાંઠા ડિસ્ટ્રીકટ કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ વાઘેલા ના જણાવ્યા મુજબ ૨૦ જિલ્લાઓમાંથી અલગ અલગ વયજૂથ અને વજનગૃપમાં પસંદગી પામેલ ૨૨૦ ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું આ ચેમ્પિયનશિપમાં પસંદગી પામેલ ખેલાડીઓ દીલ્હી ખાતે યોજાનાર કીઓ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમમાંથી જશે
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 159670
Views Today : 