ચિઠોડા પો.સ્ટે.ખાતે વિસ્તારના રાયોટ ના ગુન્હાના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા કુલ-૦૨ આરોપીઓને સાબરકાંઠા SOG એ પકડી પાડયા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી ડી.સી. પરમાર પો.ઇન્સ. એસ.ઓ.જી. સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અન્વયે જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા ચિઠોડા બસ સ્ટેશન ખાતે આવતાં સાથેના અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ તથા અ.પો.કોન્સ. પંકજકુમાર કાન્તીલાલ નાઓને તેમના ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકિક્ત મળેલ કે, ચિઠોડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૯૦૫૭૨૪૦૪૫૬/ ૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ-૧૮૯ (૨), ૧૯૦,૨૨૧, ૨૨૪,૨૬૭,૩૫૧(૨) તથા જી.પી. એક્ટ કલમ- ૧૩૫ મુજબના ગુન્હાના નીચે મુજબના નાસતા ફરતા આરોપીઓ ચિઠોડા અંબાજી માતાજીના મંદિરની આગળ ઉભા છે. સદરી બાતમી હકિક્ત અન્વયે તાત્કાલીક હકિક્તવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી બાતમી હકિકતમાં જણાવેલ વર્ણનવાળા આરોપીઓ મળી આવતા સદરી આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૩૫ (૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ચિઠોડા પો.સ્ટે. સુપરત કરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપીઓની વિગત
જસ્ટીન ફતેસિંહ ડામોર ઉ.વ.૪૮ રહે. લીમડા તા. વિજયનગર જી. સાબરકાંઠા
પંકજકુમાર ચંદુભાઇ પાંડવ ઉ.વ.૩૫ રહે. લીમડા તા. વિજયનગર જી. સાબરકાંઠા
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 159896
Views Today : 