વડાલી ના થેરાસણા માંથી ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 10 સાથે એક ઈસમને વડાલી પોલીસે ઝડપ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડો.પાર્થરાજસીંહ ગોહીલ (IPS) નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચાઈનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સંદર્ભે ઇડર વિભાગીય પોલીસ અધિકારીશ્રી સ્મીત ગોહીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ ડી.આર.પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમાં હતા
તા.૦૫/૦૧/૨૦૨૫ ના રોજ સ્ટાફના માણસો સાથે હાલ અગામી સમયમાં આવતા ઉતરાયણના તહેવાર અનુસંધાને ગેર કાયદેસર રિતે ચાઇના દોરીનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ જીલ્લા.મેજી.સા.શ્રી સાબરકાંઠા-હિંમતનગર નાઓએ જાહેરનામું બહાર પાડેલ હોય જેની અમલવારી કરવા સારૂ વડાલી પોલીસ સ્ટેશનના બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા થેરાસણા ગામે જતા બાતમી હકિકત મળેલ કે થેરાસણા ગામની હાઇસ્કુલ પાસે પ્રતીબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ ચાલુ છે જે બાતમી હકિક્ત આધારે થેરાસણા ગામની હાઇસ્કુલ પાસે જતા એક ઇસમ પોતાના હાથમાં સફેદ કલરનો મીણીયાનો કોથળો રાખી શંકાસ્પદ રીતે ઉભો હોઈ અને અમો પોલીસને જોઈ નાસવા જતા તુંરતજ તેને પકડી લઇ સદરી ઇસમ પાસેના એક સફેદ કલરના મીણીયાના કોથળામાં જોતા ચાઈનીઝ ફીરકીના રીલ પડેલ હતા જેથી સદરી ઇસમનુ નામઠામ પુછતા પોતાનું નામ રવિકુમાર બાબુભાઇ ઠાકોર ઉ.વ. ૧૮ રહે.થેરાસણા તા.વડાલી જી.સા.કા.વાળો હોવાનું જણાવતો હોઈ સદરી ઇસમને સાથે રાખી તેની પાસેના મીણીયાના કોથળામાં જોતા મોનો સ્કાય કંપનીની અલગ-અલગ કલરની ચાઇનીઝ દોરીની ફીરકીઓ ભરેલ હોઈ જે ફીરકીઓ કયાંથી લાવેલ હતો અને કયાં લઇ જઈ રહેલ હતો તે બાબતે કઇં જણાવતો ન હોઈ જે ચાઇનીઝ દોરીની ફીરકીઓ બહાર કાઢી ગણી જોતા કુલ-૧૦ ફીરકી મળી આવેલ જે એક ફીરકીની કીંમત રૂા. ૫૦૦/-ની ગણી કુલ -૧૦ ફીરકીની કી.રૂ.૫૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આમ વડાલી પોલીસને ગેર કાયદેસર ચાઈનીઝ ફીરકીનો જથ્થો શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ
> કામગીરી કરનાર અધીકારી કર્મચારી-
(૧) ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) કે.એલ.જાડેજા પોલીસ સબ ઇન્સપેક્ટર
(૩) અ.હેડ.કોન્સ હિરણસિંહ જગતસિંહ
(૪) અ.પો.કો સુરેશસિંહ જગતસિંહ
(૫) અ.પો.કો નરેશકુમાર મોતીભાઈ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 159896
Views Today : 