ગાંધીનગર જિલ્લાના કલોલ પો.સ્ટે. તથા અડાલજ પો.સ્ટે. વિસ્તારના ચોરીના ગુન્હાના નાસતા ફરતા કુલ-૦૩ આરોપીઓને સાબરકાંઠા SOG એ પકડી પાડયા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી ડી.સી. પરમાર પો.ઇન્સ. એસ.ઓ.જી. સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.એમ.ઝાલા પો.સ.ઈ. એસ.ઓ.જી. સાબરકાંઠાનાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અન્વયે જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા ન્યાય મંદિર ખાતે આવતાં સાથેના આ.હે.કોન્સ. હરપાલસિંહ જશવંતસિંહ બ નં. ૧૪૭ તથા અ.પો.કોન્સ કલ્પેશકુમાર કેશવલાલ બ.નં.૯૬૮ નાઓને તેમના સંયુક્ત ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે, ગાંધીનગર જિલ્લાના ચોરીના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ મહેતાપુરા જતા રોડ ઉપર નદીના ઢાળમાં ઉભા છે. સદરી બાતમી હકિક્ત અન્વયે તાત્કાલીક હકિકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી બાતમી હકિકતમાં જણાવેલ વર્ણનવાળા આરોપીઓ મળી આવતા સદરી આરોપીઓની વિગતો ચકાસતા નીચે મુજબના ગુન્હામાં નાસતા ફરતા હોઇ સદરી આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૩૫ (૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ બી ડીવિજન પો.સ્ટે. સુપરત કરવામાં આવેલ છે.
ગુન્હાની વિગત
કલોલ તાલુકા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૨૧૬૦૨૨૨૫૦૮૭૧/ ૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૧(૩). ૩૦૫(એ)
અડાલજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં.-૧૧૨૧૬૦૦૧૨૫૪૫૭/ ૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૧(૩), ૩૦૫.
પકડાયેલા આરોપીઓની વિગત
વનરાભાઇ લાલભાઇ ઠાકોર ઉ.વ.-૨૦ હાલ રહે. બળીયાદેવ મહાદેવના મંદિરની આગળ કલોલ જી.ગાંધીનગર અગાઉ રહે. હિંમતનગર આર.ટી.ઓ., સવગઢ પંચાયતની પાછળ, હિંમતનગર તા.હિંમતનગર જી. સાબરકાંઠા
વિક્રમભાઇ સબુરભાઇ વાદી ઉ.વ.-૨૧ હાલ રહે. ગાયત્રી મંદિરની પાછળ, કલોલ જી.ગાંધીનગર અગાઉ રહે. ઇન્દ્રીરાનગર, તળાવની પાળ, તલોદ ગામ તા.તલોદ જી.સાબરકાંઠા
અર્જુનકુમાર રમેશભાઇ આદિવાસી (વાદી) રહે.કલોલ માવતર ધામના સામે, છાપરામાં, કલોલ તા.કલોલ જી. ગાંધીનગર
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 160131
Views Today : 