*જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શેરથળી પ્રા.શાળા માં ગ્રીન મેન સી.એલ. ભીકડીયા નો પર્યાવરણ અંતર્ગત વાર્તાલાપ યોજાયો*
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રી વી.એમ સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજ ની ઇન્ટરશીપ બહેનો ના સહયોગ થી તા.૭/૧/૨૬ ના રોજ શેરથળી પ્રા.શાળા ખાતે પર્યાવરણ ,વૃક્ષ નુ મહત્વ અને તેના ઔષધીય ગુણો પર સુંદર વાર્તાલાપ જાયન્ટસ સંસ્થા ના ગ્રીન મેન સી.એલ. ભીકડીયા અને ચિત્રકૂટ બીજ બેંક ના દિગ્વિજય સિંહ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિતિ મા યોજાયો. 
કાર્યક્રમ નો શુભારંભ સ્વાગત પ્રવચન બાદ મહેમાનો નું પુષ્પગુચ્છ થી અભિવાદન કરેલ.
સી.એલ. ભીકડીયા દ્વારા પર્યાવરણ અને વૃક્ષો નુ માનવ જગત માં ઉપયોગિતા વિષય પર સુંદર વ્યકત આપેલ.જ્યારે દિગ્વિજય ચુડાસમા એ રમૂજ અને હળવી શૈલી માં પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડેલ.
આ વાર્તાલાપ શાળા ના આચાર્ય નરેશભાઈ કણજરીયા તથા સાકરીયા મહિલા કોલેજ બોટાદ ઇન્ટરશિપ ની બહેનો પરમાર રિધ્ધિ, મકવાણા લતા, બાવળીયા સેજલ ,મકવાણા સુમિતા ના સહયોગ થી પૂર્ણ કરેલ.
કાર્યક્રમ નુ સુચારૂ સંચાલન કુ. સ્વાતિ ભરત ભાઈ પરમારે તથા આભાર વિધિ કુ.જયશ્રી હરેશ ભાઈ પરમારે કરેલ.
અહેવાલ કનુભાઈ ખાચર







Total Users : 160154
Views Today : 