>
Thursday, January 8, 2026

બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર દ્વારા સ્વદેશોત્સવ, અંગદાન જાગૃતિ અને શ્રેષ્ઠી સન્માનનો ત્રિવેણી સંગમ રચાયો

બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર દ્વારા સ્વદેશોત્સવ, અંગદાન જાગૃતિ અને શ્રેષ્ઠી સન્માનનો ત્રિવેણી સંગમ રચાયો

 

શ્રી સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર(BAPS) ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ, અંગદાન જાગૃતિના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા), જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, ધંધુકા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરતસિંહ વઢેર, શ્રી બ્રિજરાજસિંહ ઝાલા , અને અન્ય અનેક મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા બરવાળા તાલુકાના ભાઈઓ બહેનોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સ્વદેશોત્સવ’ અને ‘અંગદાન જાગૃતિ’ અને સન્માન એમ ત્રિવેણી સંગમ રચાયો…

 

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના “વિકસિત ભારત ૨૦૪૭” ના લક્ષ્યને પૂરું કરવા માટે ‘લોકલ ફોર વોકલ’ મંત્રને અપનાવવો ખૂબ જ જરૂરી છે. સાથે જ, “અંગદાન એ જ મહાદાન” ના મંત્રને સફળ બનાવી સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન મળે તેમજ માનવતા મહેકાવવા માટે જનજાગૃતિનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય બની રહ્યોં

 

આ પ્રસંગે બરવાળા તાલુકાના તેજસ્વી શિક્ષકો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું તથા 400 થી વધુ લાભાર્થીઓને સ્વદેશી કીટોનુ વિતરણ કરવામાં આવ્યું તો સાથોસાથ અનુસુચિત જાતિના શ્રેષ્ઠીઓનુ સન્માન તેમજ અંગદાન કરનાર દાતાઓના પરિવારનું સન્માન કરવામાં આવ્યું..આમ બરવાળા તાલુકાના તાલુકા પંચાયતના સંવેદનશીલ,કર્મઠ અને દિલેર પ્રમુખ ભાઈશ્રી વિરેન્દ્રભાઈ ખાચરનો આ પ્રયાસ ખરા અર્થમાં વંદનીય અને સૌ માટે પ્રેરણાનું ઝરણું બની રહ્યોં હતો જેને કેબીનેટ મંત્રી ડૉ.શ્રી પ્રધ્યુમ્ન વાજા સાહેબે પોતાના પ્રેરક પ્રવચનમાં અનહદ રાજીપા સાથે બિરદાવી આવા કાર્યક્રમો બધે થાય તો ખરાં અર્થમાં રાજકીય ક્ષેત્રે ઉત્તમ કામગીરીનો જાહેર જનતાને સંતોષ થાય…એવો સુર પુરાવ્યો હતો. સાથોસાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી ખોડિદાસભાઈ પટેલ, ભાઈશ્રી વિજયભાઈ ખાચર તથા હિતેન્દ્રસિંહ દાયમા સાથે સમગ્ર તાલુકા પંચાયત બરવાળાની કર્મઠ ટીમને સૌ કોઈએ હૃદયથી બિરદાવી અભિનંદન પાઠવ્યાં…..ખરા અર્થમાં એક ગૌરવપૂર્ણ, ઐતિહાસિક અને સંવેદના પૂર્ણ કાર્યક્રમનો સૌએ રાજીપો વ્યક્ત કર્યો. આ ભવ્ય અને યાદગાર કાર્યક્રમનું સમગ્ર સુચારું સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક અને ઉત્તમ સ્ટેજ સંચાલક શ્રી પ્રવીણભાઈ ખાચરે કર્યું.

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores