વડાલીની શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ અને સાયબર ક્રાઇમ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ, વડાલી ખાતે NSS એકમ અને સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થિનીઓ માટે ટ્રાફિક અવેરનેસ તથા સાયબર ક્રાઇમ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસ અધિકારીઓએ રોડ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ તેમજ અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે સાયબર ક્રાઇમ વિષયક માર્ગદર્શનમાં ઓનલાઇન ફ્રોડ, સોશિયલ મીડિયા ઉપયોગમાં સાવચેતી, OTP અને પાસવર્ડની ગુપ્તતા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધવા સાથે સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી સતર્કતા વિકસાવી શકાઈ હતી.આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન NSS વિભાગના પ્રોગ્રામ ઑફિસર શ્રી નિતેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યુ હતું. અંતે શાળામાં આવેલ તમામ અધિકારીઓનો શાળાના સિનિયર શિક્ષક શ્રી રાજુભાઈ શાહ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 160151
Views Today : 