>
Thursday, January 8, 2026

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇકો ગાડીમાં થી વિદેશી દારૂની બોટલ નંગ 235 નંગ કિંમત 62, 0,40 તથા ઇકો ગાડી ની કિંમત 2 લાખ મળી કુલ કિંમત ₹2, 62,000 નો મુદ્દા માલ પકડી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને સફળતા મળી

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇકો ગાડીમાં થી વિદેશી દારૂની બોટલ નંગ 235 નંગ કિંમત 62, 0,40 તથા ઇકો ગાડી ની કિંમત 2 લાખ મળી કુલ કિંમત ₹2, 62,000 નો મુદ્દા માલ પકડી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને સફળતા મળી

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ (IPS), સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઈન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી આર.જે.જાડેજા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. દેવુસિંહ તથા ટેકનીકલ એ.એસ.આઈ. બ્રિજેશકુમાર તથા ટેકનીકલ એ.એસ.આઈ. હેમાંશુરાજસિંહ તથા હે.કો.નિરીલકુમાર, અ.પો.કો. હિમાંશુકુમાર,ડ્રા. પો.કો. ઇંદ્રજીતસિંહ, વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.ઉપરોક્ત ટીમના માણસો હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે વોચ તપાસમાં હતા તે દરમ્યાન હે.કો.નિરીલકુમાર અને અ.પો.કો. હિમાંશુકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર- GJ01WB9831 માં ખેડ-તસીયા રોડ બાજુથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી હિંમતનગર થઇ અમદાવાદ તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે બળવંતપુરા ફાટક નજીક નાકાબંધી કરી તે દરમ્યાન ખેડ-નવા રોડ બાજુથી બાતમીવાળી ઇકો ગાડી આવતાં તેને ઇશારો કરી ઉભી રખાવતાં તે ગાડીને આગળ લાવી રોડની સાઈડમાં નગરપાલીકાની જુની ઓફીસ સામે રોડ ઉપર ઉભી રખાવી

ઉપરોકત એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા જોતા અંદર આગળના ભાગે તથા વચ્ચેની સીટના નીચેના ભાગે તથા પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ હોઈ, બોટલ નંગ- ૨૩૫ કિ.રૂ.૬૨,૦૪૦/- તથા ઇકો ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨,૬૨,૦૪૦/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપી વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫(એ)(ઇ),૮૧, મુજબનો પ્રોહી કેસ કરવામાં આવેલ છે.

 

પકડાયેલ મુદ્દામાલ :-

 

(૧) વિદેશી દારૂની બોટલ નંગ-૨૩૫ કિ.રૂ.૬૨,૦૪૦/-

 

(૨) એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJC1WB9831 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-

 

મળી કુલ કિ.રૂ. ૨,૬૨,૦૪૦/-નો મુદ્દામાલ

 

આરોપીઓ

 

(૧) મહેશભાઈ અશોકભાઈ શ્રીમાળી ઉ.વ.૪૨ રહે.એફ/૧૮, સુર્વણપાર્ક ફલેટ, નરોડા,અમદાવાદ (ઇકો ગાડીનો ચાલક)

 

(૨) સમીર દીપકભાઈ ભીખાભાઈ ચૌહાણ ઉ.વ.૨૬ રહે. ૧૨,શ્રીરામ એપાર્ટમેન્ટ,નરોડા,અમદાવાદ

 

(૩) રાજસ્થાન બીંછીવાડા ઠેકાવાળો વ્યક્તિ (માલ આપનાર) વોન્ટેડ

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores