ભોલેશ્વર મહાદેવ મંદિરે ભક્તિનો મહાકુંભ:
જેસગબાપા વાનપ્રસ્થ ભવનનું લોકાર્પણ અને નવદિવસીય શિવકથા યોજાશે
ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ ૦૯/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ‘જેસગબાપા વાનપ્રસ્થ ભવન’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ પ્રસંગે પૂજ્ય રાજીબાપા ધોળવાની તેમજ પૂજ્ય નરસિંહબાપાના વરદહસ્તે લોકાર્પણ વિધિ સંપન્ન થશે, જે અંતર્ગત એક વિશેષ મેળાવડાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ માંગલિક પ્રસંગ બાદ તારીખ ૧૦/૦૧/૨૦૨૬ થી ૧૮/૦૧/૨૦૨૬ સુધી ભોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય શિવકથાનું આયોજન કરાયેલ છે, જેમાં દરરોજ બપોરે ૦૨:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી ભક્તો કથામૃતનું રસપાન કરી શકશે.

ભગવાન શિવના આશીર્વાદ સાથે આ સમગ્ર કાર્યક્રમ મુખ્ય દાતા શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ (હાંસલપુર) તેમજ ટ્રસ્ટીઓ સર્વશ્રી બદ્રીનારાયણ મિસ્ત્રી, ગોપાલસિંહ રાઠોડ, સુમનચંદ્ર રાવલ, હરેશભાઈ સોમપુરા, દિલીપભાઈ સોની અને કૈલાસભાઈ દુધાળી સહિત તમામ ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં યોજાશે. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેવા તથા કથાનો શ્રવણ લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 160229
Views Today : 