>
Saturday, March 14, 2026

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાનો આયુષ મેળો -2026 નું આયોજન કરાયું

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાનો આયુષ મેળો -2026 નું આયોજન કરાયું

 

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્થળ : પક્ષીઘરની પાછળ, મારૂતિનગર, હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા કક્ષાનો આયુષ મેળો – 2026નું આયોજન તા. 08/01/2026 ને ગુરુવારના રોજ સવારે 10.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી કરવામાં આવ્યું. આ આયુષ મેળાનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ધન્વન્તરી વંદના સાથે કરવામાં આવ્યું. જેમાં હર્ષદભાઈ વોરા સાહેબ – જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સાબરકાંઠા, કુ. કૌશલ્યાકુંવરબા પરમાર – પરખ સંસ્થાના અધ્યક્ષ, સાબરકાંઠા, કું. અનસુયાબેન ગામેતી – આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, શ્રીમતી સેજલબેન પટેલ – બાંધકામ સમિતિના અધ્યક્ષ, શ્રીમતી ચેતનાબેન કડિયા – કોર્પોરેટર, મારૂતિનગર અને હર્ષદભાઈ કડિયા- પ્રમુખશ્રી, મારૂતિનગર તથા ડૉ. રાજેશભાઈ પટેલ – તાલુકા આરોગ્ય ઓફિસર, હિંમતનગર અને વૈધ પ્રજ્ઞાબેન ડી . શાહ – જિલ્લા આયુર્વેદ અધિકારી, સાબરકાંઠા હાજર રહ્યા હતા. સૌપ્રથમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈધ પ્રજ્ઞાબેન ડી. શાહ દ્વારા મહેમાનોનો પરિચય તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ અન્ય મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યાર બાદ યોગ ઇન્સ્ટ્રકટરો દ્વારા યોગ નૃત્ય તથા વિવિધ યોગાસનો નું નિદર્શન કરવામાં આવ્યું.

આ આયુષમેળામાં નીચે મુજબના પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં

દિનચર્યા, ઋતુચર્યા, રસોડા/ઘર આંગણાના લીલા સૂકા ઔષધ દ્રવ્યો, ફેસપેક વિતરણ, BMI તપાસ, આહાર-વિહાર, સદ્વૃત, પંચકર્મ, અગ્નિકર્મ, રક્તમોક્ષણ, વિદ્ધ કર્મ ચિકિત્સા, ડાયાબિટીસ અને બીપી તપાસ, શ્રી ધાન્ય વાનગીઓ, વિવિધ પ્રકૃતિઓના લક્ષણો, યોગ નિદર્શન અને હોમીયોપેથી ચિકિત્સા પદ્ધતિના વિવિધ ચાર્ટ્સનું પ્રદર્શન તથા સરગવા માંથી બનતી વિવિધ પૌષ્ટિક ઔષધીય વાનગીઓનું તેની રેસિપી સાથે પ્રદર્શન, આયુર્વેદિક ક્વિઝ વગેરે યોજવામાં આવ્યું.

આ આયુષ મેળાનો આશરે 1300 થી વધુ લોકોએ લાભ લીધો.

આ આયુષ મેળામાં નિદાન સારવાર કેમ્પ અંતર્ગત નીચે મુજબની વિવિધ ઓ. પી.ડી.ઓમાં જાહેર જનતાએ નિદાન અને સારવાર નો લાભ મેળવ્યો.

1. આયુર્વેદ ઓપીડી – 430

2. હોમીઓપેથી ઓપીડી – 290

3. નાડી પરીક્ષણ ઓપીડી – 90

4. અગ્નીકર્મ-વિધ્ધ કર્મ – રક્ત મોક્ષણ -કમર-સાંધા-મણકા વગેરેના દુખાવા(acute pain relief management) સારવાર – 218

5. ડાયાબિટીસ/બીપી તપાસ – 720

6. સુવર્ણપ્રાશન ના લાભાર્થી- (૦ થી ૧૨ વર્ષના બાળકો)- 120

7. અમૃત પાનક વિતરણ લાભાર્થીઓ—600+

8. આયુર્વેદ/હોમિયો ચાર્ટ પ્રદર્શન – 1300

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores