>
Friday, January 9, 2026

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ કર્યું: PCEE

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ કર્યું: PCEE

 

ખેડબ્રહ્મા ખાતે પી.સી ઇ ઇ સહિત અધિકારીઓ પરખ ઇન્સ્પેક્શન કારમાં આવતા તેઓનું રેલ્વે સ્ટેશન ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડી યુ આર સી મેમ્બર મોહનભાઈ પટેલ ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર વેપારી મહા મંડળના ઉપપ્રમુખ હસમુખભાઈ રાવલ કોર્પોરેટર ગુજરજી પ્રજાપતિ ગ્રીન મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અગ્રણી વેપારી બાલચંદ જૈન પ્રવીણભાઈ બારા ખેડબ્રહ્મા નાગરિકો સહિતના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્માને જોડતી રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણનો પ્રારંભ થયો હતો આ નિરીક્ષણ માટે PCEE સહિતના અધિકારીઓ ‘પરખ ઇન્સ્પેક્શન’ કારમાં આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે 10:30 કલાકે PCEE રજનીશકુમાર ગોયલ વિવિધ વિભાગનાઅધિકારીઓ સાથે અસારવાથી ‘પરખ ઇન્સ્પેક્શન’ કારમાં હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણ માટે રવાના થયા હતા. આ ઇન્સ્પેક્શન કાર ઇડર થઈને બપોર સુધીમાં ખેડબ્રહ્મા આવી પહોંચ્યા હતા ત્યાં રેલ્વે સ્ટેશન ઉપર ઇલેક્ટ્રીક શેરનો નિરીક્ષણ કરી . સાંજે ખેડબ્રહ્માથી હિંમતનગર જવા રવાના થયા હતા ત્યાં લોકોએ પીસીઈ રજનીશજીફળ વધેરી અને ડીઝલ એન્જિન ને ઓલ રાઈટ આપી રવાના થયા હતા ઇલેક્ટ્રિક લોકો ટ્રાયલ પણ હાથ ધરવામાં આવ્યો હતો અને ખેડબ્રહ્માના નાગરિકોએ ઝડપથી ટ્રેન સેવા શરૂ થાય તે માટે માટે રજૂઆત કરી હતી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores