>
Saturday, January 10, 2026

ઈડર તાલુકાની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર દિયોલીમાં વયનિવૃતિ સન્માન સમારોહ યોજાયો.

ઈડર તાલુકાની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર દિયોલીમાં વયનિવૃતિ સન્માન સમારોહ યોજાયો.

 

સાબરકાંઠા જિલ્લાની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીમાં તારીખ ૪/૧/૨૦૨૬ને રવિવારના રોજ શાળાના પટાંગણમાં શિક્ષકશ્રી જશુભાઈ .જે. દેસાઈ સાહેબની વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારંભના અધ્યક્ષ પ.પૂ મહંત શ્રી તુલસીદાસ મહારાજ (વિરેશ્વર કુટિર આશ્રમ), મહેમાનશ્રીઓ ભગવાનભાઈ પ્રજાપતિ (માથાસુર), પૂર્વં શિક્ષણ નિરીક્ષક સાબરકાંઠા જિલ્લા ને હાલમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રીમતિ તરૂણાબેન દેસાઈ, જીતુભાઈ એમ દેસાઈ( ઈડર કોલેજ ટ્રસ્ટના મંત્રીશ્રી અને આંજણા પાટીદાર હિતવર્ધક મંડળ, પ્રમુખશ્રી) સંસ્થાના ભૂતપૂર્વ શિક્ષક ને હાલમાં નવારેવાસ હાઈ.ના આચાર્યશ્રી નરેશભાઈ સુથાર, નિવૃત શિક્ષકશ્રી રઘજીભાઈ પટેલ, શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ શ્રી કે. એમ. દવે સાહેબ તથા રમણભાઈ બી પટેલ તથા દિયોલી ગામની વિવિધ સરકારી અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ, નિવૃત્ત થનારા સાહેબશ્રીના પરિવારજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આસપાસના ગામના ગ્રામજનો અને વાલીઓ, નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા હોદ્દેદારશ્રીઓ તથા ગામના આગેવાનો, ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહેબશ્રીના નિવૃત્તિ સન્માન સમારોહમાં અગાઉ ભણેલી ૧૯૯૧ થી ૨૦૨૫ સુધીની લગભગ ૬૦૦થી વધારે વિદ્યાર્થીનીઓને અને હાલના તમામ બાળકોને જે. જે દેસાઈ સાહેબ દ્વારા ગિફ્ટ આપવામાં આવેલી હતી. આ ક્ષણે એક અદભુત અને અકલ્પનીય માહોલ જોવા મળ્યો હતો. દિયોલી, મસ્તુપુર અને કુશ્કી ત્રણે ગામના સંપૂર્ણ પરિવારોને ભોજન કરાવવામાં આવ્યું. ગામના યુવાનોનો સંપૂર્ણ સાથ ને સહકાર ઉડીને આંખે વળગે તેમ હતો.

આ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓનો સ્વાગત પરિચય શાળાના આચાર્ય શ્રી પ્રકાશચંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો, નિવૃત્ત થનાર સાહેબશ્રીના સન્માનપત્રનું વાંચન શાળાના ક્લાર્ક ગીરીશભાઈ પટેલ, આભારવિધિ જગદીશભાઈ પટેલ, કાર્યક્રમના ફોટો અને વિડિયો શૂટિંગ દિયોલી ગામના અશોકભાઇ પટેલે કર્યું. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક સંદીપ પટેલ”કસક” સાહેબે કર્યું હતું.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores