નીચી ધનાલ કંપા જ્યોતિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
ખેડબ્રહ્મા તાલુકાના નીચીધનાલ કંપા મુકામે આવેલ ૐ શ્રી કલ્કી નારાયણ ભગવાન જ્યોતિ મંદિરની પુન પ્રાણ પ્રતિષ્ઠા પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજની નિશ્રામાં તારીખ 11,12 જાન્યુઆરીના રોજ યોજાશે. આ પ્રસંગે સતપંથરત્ન મહામંડલેશ્વર સ્વામીશ્રી જનાર્દનહરીજી મહારાજ, કચ્છથી મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદહરિજી મહારાજ, નખત્રાણાથી મહંતશ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, વડોદરાથી મહંતશ્રી શિવરામદાસજી મહારાજ, પીરાણા ગુરુકુળના મહંતશ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, પાવનધામથી સંતશ્રી ચંદુબાપા, ખંભાતથી સંતશ્રી છગનબાપા, ખેડબ્રહ્માથી સંતશ્રી મણીબાપા, સંતશ્રી પંકજદાસજી, યજ્ઞાચાર્ય શાંતિ ભગત, વિરેશ્વરના મહંતશ્રી રામદાસજી મહારાજ, અખિલ ભારતીય સતપંથ સમાજ પ્રમુખ અબજીભાઈ ધોળું,
સંસદસભ્યશ્રી રમીલાબેન બારા અને શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ધારાસભ્યશ્રી ડોક્ટર તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ, સમાજ પ્રમુખ ખીમજીભાઇ પટેલ ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારશે. ગામના વડીલ શ્રી મુખીશ્રી રતિલાલભાઈ ધોળું, રસિકભાઈ ધોળું અને જશવંતભાઈ શેઠીયાની રાહબરી હેઠળ જુદી જુદી સમિતિની રચના કરવામાં આવેલ છે. ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહે તે માટે રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવેલ છે તેવું એક અખબારી યાદીમાં જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 160545
Views Today : 